ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ શાંતિપૂર્ણ માહોલમાં ધૂળેટી પર્વને મનાવવામાં આવી રહ્યો હતો તો કેટલાક સ્થળે જુગારીઓએ પોતાનો અડ્ડો જમાવી લઈ હાર જીતનો જુગાર રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ જુગારીઓના હારજીતના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો, જિલ્લામાં અલગ -અલગ વિસ્તારમાં ચાલી રહેલા ત્રણ જેટલાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં કુલ 15 જેટલાં જુગારીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં તળાવ ફળિયા વિસ્તારમાં જુગાર રમી રહેલ 6 જેટલાં ઈસમોને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના રોકડા રૂપિયા બે મોટર સાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ 1,11,610 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારીઓમાં ફાફડાટનો માહોલ છવાયો હતો.
ક્રાઇમ બ્રાંચના દરોડામાં જુગાર રમી રહેલા (1) રાજુભાઈ સૂકાભાઈ વસાવા રહે, સંજાલી (2) મહેશભાઈ સૂકાભાઈ વસાવા રહે, સંજાલી (3) કમલેશભાઈ છોટેલાલ રાજપૂત રહે, પાનોલી જીઆઈડીસી (4) સિદ્ધાર્થભાઈ દીપકભાઈ વસાવા રહે.સંજાલી (5) કેસરી સિંધુ પાંડે રહે, સંજાલી તેમજ (6) દલપત ભીખાભાઈ વસાવા રહે, સંજાલી નાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા અન્ય એક દરોડામાં પણ જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય 6 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કુલ 29 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, ક્રાઇમ બ્રાંચના કર્મીઓ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે સેલોદ ગામે નિશાળ ફળિયામાં જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
ક્રાઇમ બ્રાંચના દરોડામાં (1) શૈલેષ ભાઈ મગનભાઈ પટેલ રહે, સેલોદ (2) કૃણાલભાઈ ઝીણાભાઈ પટેલ રહે,નાંગલ અંકલેશ્વર (3) રક્ષિતભાઈ છગનભાઇ પટેલ રહે,અવાદર અંકલેશ્વર (4) હિતેશ ભાઈ મોહનભાઇ પટેલ રહે, અવાદર અંકલેશ્વર તેમજ (5) ધવલભાઇ પ્રમોદભાઈ પટેલ રહે, સરદારપુરા ઝઘડિયા નાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
તો જુગારનાં ત્રીજા દરોડામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ચાર જુગારીઓને ઝડપી પાડી હજારોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનાં કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ફ્લશ્રુતિ નગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલ (1) મુનાફ સત્તારભાઈ પઠાણ રહે, ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી ભરૂચ (2) સુરેશ જેન્તીભાઇ વસાવા રહે, ઇન્દિરા નગર ભરૂચ (3) અકબર મદાર શેખ રહે, ઇન્દિરાનગર ભરૂચ તેમજ (4) જાકીર જાઉદ્દીન મલેક રહે, ઇન્દિરા નગર નાઓને 21,790 નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.