Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સરદાર બ્રિજ ખાતે અકસ્માતમાં ત્રણના મોત એક ગંભીર : પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 4 લોકો બ્રિજની રેલિંગ સાથે ભટકાયા

Share

ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાવાયેલી રેલિંગમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 5 લોકો ભટકાઈ જતા ત્રણના મોત નિપજ્યા છે જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નારેશ્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.

Advertisement

ઉલ્લેખનીય છે કે જર્જરિત જુના સરદાર બ્રિજ ઉપર ભારે વાહનો ન પ્રવેશે તે માટે એક નિશ્ચિત ઊંચાઈ ઉપર રેલિંગ લગાવવામાં આવી છે. મોડિફાઈ પીકઅપ વાનમાં ડ્રાઇવરની કેબીન ઉપર બેઠેલા લોકો રેલિંગમાં ભટકાઈ ગયા હતા.

-પરિવાર ધુળેટીની રજા હોવાથી નારેશ્વર દર્શન માટે ગયો

ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતમાં રહેતો ધામેલીયા પરિવાર ધુળેટીની રજા હોવાથી નારેશ્વર દર્શન માટે ગયો હતો. પરિવારના કેટલાક સભ્યો પીકઅપ વનમાં ડ્રાઇવરની કેબિનની ઉપર બેઠા હતા. તા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ સાંજના આસરે સાડા સાતેક વાગ્યાના અરસામાં પીકઅપ વાન નં GJ-05-BX-8791 ભરૂચ નજીકથી પસાર થઇ હતી. પીકઅપ વાનના ચાલાક કેશભાઇ રાઘવભાઇ માંગુકીયાને નેશનલ હાઇવે ઉપર જુના સરદાર બ્રિજના છેડે ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડવામાં આવેલ રેલિંગનો અંદાજ ન રહેતા તેમણે પુરપાટ ઝડપે આ રેલિંગ તરફ ગાડી હંકારી હતી. કેબિનની ઉપર ૫ જેટલા લોકો બેઠા હોવાનુ તેણે ધ્યાનમાં રાખ્યા વિના રેલિંગમાંથી ગાડી પસાર કરી દીધી હતી.

-ચાલકની બેદરકારીના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

આ બેદરકારીના કારણે કેબીન ઉપર બેઠેલા રમેશભાઇ હરજીભાઇ ધામેલીયા ઉ.વ. ૪૫ તેનો પુત્ર અક્ષીતભાઇ રમેશભાઇ ધામેલીયા ઉ.વ.૨૪ તથા ક્રિસ કમલેશભાઇ ધામેલીયા ઉ.વ. ૧૬, કમલેશભાઇ ભુપતભાઇ ધામેલીયા ઉ.વ.૪૦ રેલિંગ સાથે ભટકાયા હતા. આ ચારેયને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ ખસેડાયેલા રમેશભાઇ તથા અક્ષીતભાઇ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા જયારે ટૂંકી સારવાર બાદ વધુ એક એ અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહોને પોસ્ટમોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી પીકઅપ વાનના ચાલાક કેશભાઇ રાઘવભાઇ માંગુકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

રાજપીપળા : વાહન ચેકીંગ દરમ્યાન ઘનશેરા પોલીસ ચેક પોસ્ટ પરથી મહારાષ્ટ્રની સરકારી બસમાંથી ગાંજાનો જથ્થો પકડાયો.

ProudOfGujarat

એકતા નગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એકમ એસ. ઓ.યુ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

અભિનેત્રી જાસ્મીન બાજવા આ એન્સેમ્બલમાં સ્વર્ગીની પરી જેવી લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!