ભરૂચ પંથકમાં આજે જ્યાં એકબાજુ હોળીનો પર્વ ઉજવાઇ રહ્યો છે ત્યાં બીજી બાજુ આજે બપોરના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવવા સાથે ધૂળના ગોટે ગોટા ઊડયા હતા.
આ વાવાઝોડાનો તાંડવ આશરે થોડા સમય સુધી ચાલતા તેવામાં લોકોએ પોતાના ઘરના બારી- બારણાં બંધ કરી દીધા હતા. ભરૂચ નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં વાહનના ચાલકો એ વાહન એકબાજુ મૂકી ઊભા થઈ ગયા હતા. આ ધૂળીયા વાવાઝોડાના પગલે ભરુચ જીલ્લામાં વાતાવરણ ધૂળિયું બની ગયુ હતું તે સાથે વાવાઝોડાના ભયના કારણે લોકોમાં ગભરાટ પણ વ્યાપી ગયો હતો અને ઉનાળામાં લોકોએ ચોમાસાનો અહેસાસ કર્યો હતો તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો.
Advertisement