Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશનના પ્રમુખ તરીકે ઝઘડિયાના નરેન્દ્રસિંહ પરમારની વરણી કરાઇ.

Share

ભરુચ જીલ્લા પંડિત દિનદયાલ ભંડાર (સસ્તા અનાજના દુકાનદારો) ની મીટીંગનું આયોજન ઝઘડિયા ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ભરુચ, અંકલેશ્વર, નેત્રંગ, વાગરા, આમોદ, જંબુસર, હાંસોટ,વાલિયા તેમજ ઝઘડિયાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી ટર્મ માટે એસોસિયેશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બેઠકમાં જીલ્લાના દુકાનદારોને મુંઝવતા પ્રશ્નોની ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

જીલ્લા સ્તરની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના પ્રમુખ તરીકે ઝઘડિયા તાલુકાના સંગઠનના હાલના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે મુનાફભાઇ-વાગરા તેમજ મહામંત્રી તરીકે ભારસીગભાઇ વસાવાની નિમણુંક કરવામાં આવી હતી.જિલ્લાના તમામ તાલુકાઓના હોદ્દેદારોને કારોબારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ખજાનચી તરીકે અંકલેશ્વરના સુભાષભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. આગામી ૧૫ દિવસોમાંમાં જ દુકાનદારોના મુંઝવતા પ્રશ્નોની લેખિતમાં આવેદન આપીને રજુઆત કરવામાં આવશે.બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

કોંગો ફીવર ના કહેરથી તંત્ર ખડેપગે

ProudOfGujarat

ગોધરા : લુપ્ત થતી સંસ્કૃત લીપીને જીવંત રાખવા શ્રી રંગ અવધૂત સંસ્કૃત પાઠશાળાની શરૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

દિલ્હી – મુંબઈ ન્યુ એકસપ્રેસ હાઇવે પર બે આઇશર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!