દિલ્હી-મુંબઈ વચ્ચે ડેડીકેટેડ વેસ્ટર્ન ફ્રેઈટ કોરિડોરની કામગીરીમાં હાલ ભરૂચ જિલ્લામાં રેલ અને રોડ અંડર-ઓવરબ્રિજ ઉપર ગડર્સ લોન્ચિંગની કામગીરી ચાલી રહી છે. અગાઉ પાનોલી, અંકલેશ્વર, દહેગામ ખાતે રેલ ઓવર બ્રિજ માટે ગુડ્ઝ ટ્રેનના ટ્રેક ઉપર ગડર બેસાડવા બ્લોક લેવામાં આવ્યા હતા.ભરૂચના થામ રેલવે સ્ટેશન ખાતે રેલ ઓવર બ્રિજની કામગીરીને લઈ જંબુસર-ભરૂચ વચ્ચે ભારે વાહનોને આજે રવિવારથી ડાય વર્ઝન આપવામાં આવ્યું છે. એક્ષપ્રેસ ફેઇટ કન્સોટીયમ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પ્રોજેકટ કંપની તરફથી થામ રેલ્વે સ્ટેશન ખાતે મેજર રેલ ઓવર બ્રિજ -76 માટે ગર્ડર ઉભા કરવાનું કામ તા. 5 માર્ચથી બ્લોક લઈ હાથ ધરાયુ છે.
જબુસરથી ભરૂચ જવાના રોડ ઉપર ટ્રાફીક ચાલુ રહેવાથી કામમાં અવરોધ ઉભો થાય તેમ છે. તેમજ ગડર લોન્ચિંગને લઈ બ્રિજ નીચેથી પસાર થતા વાહનોને જોખમ અને સલામતી જોખમાવવાની શકયતા રહેલી છે. જેથી તા 5 થી 7 માર્ચ અને 10 માર્ચના રોજ આ માર્ગ ભારે વાહનો માટે બંધ કરાયો છે. સવારે 9 થી બપોર સુધી બ્લોક લઈ ગુડ્ઝ ટ્રેનના ત્રીજા ટ્રેક ઉપર થામ રેલવે સ્ટેશન ખાતે ગડર બેસાડવામાં આવનાર છે. મોટી ક્રેનો દ્વારા આ કામગ્રીરી હાથ ધરવામાં આવનાર છે.થામ રેલ ઓવરબ્રિજની કામગીરીને લઈ ભારે વાહનો જંબુસર તરફથી આવતા વાહનોને દયાદરા, ત્રાલસા, હીગલ્લા ચોકડી થઈ નબીપુર તરફ ડાયવર્ટ કરાયા છે. જ્યાઈ ભરૂચથી જંબુસર તરફના ભારે વાહનોને નર્મદા ચોકડી થઈ નબીપુર, હીગલ્લા ચોકડી, ત્રાલસા, દયાદરા તરફ ડાયવર્ઝન અપાયું છે.
ભરૂચના થામ પાસે ગડર બેસાડવાની કામગીરીના પગલે ભરૂચ-જંબુસર હાઇવે પર ભારે વાહનોને ચાર દિવસ ડાયવર્ઝન
Advertisement