ભરૂચ જીલ્લાને પ્રધાન મંત્રી માતૃવંદના યોજનાના અમલિકરણ અંગે એવોર્ડ મળ્યો ત્યારે આ યોજના શુ છે અને ભરૂચ જીલ્લાને કઈ રીતે એવોર્ડ મળ્યો તેની વિગત જોતા કેન્દ્ર સરકારની ની પ્રધાન મંત્રી માતૃવંદના યોજનામાં ગર્ભાવસ્થા થી લઈ પ્રસુતિ સુધીની વિવિધ તબક્કા અને સમય દરમ્યાન કુલ રૂપિયા ૫૦૦૦ ની સહાય સિધ્ધિજ લાભાર્થીને આપવામાં આવે છે. ભરૂચ જીલ્લા અંગે ની આ યોજનાની વિગતો જોતા સગર્ભા માતા અને નવજાત શિશુના આરોગ્ય માટે વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૨૬૬૦ લાભાર્થીઓને રૂપિયા ૩.૫૫ કરોડના લાભ અપાયા જાન્યુઆરી ૧૭ થી અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં ૩.૨૩ લાખ લાભાર્થીઓને આ યોજના હેઠળ રૂપિયા ૭૧.૨૬ કરોડની સહાય ચુકવવામાં આવી આમ ભરૂચ જીલ્લાએ આ યોજના અંગે યશ્શ્વી દેખાવ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ભરૂચ જીલ્લાની ટીમને અભિનંદન પાઠવ્યા છે.
Advertisement