ભરૂચ જમાદાર ફાર્મ હાઉસ ખાતે સમાજના ઉત્થાન માટે શુ કરી શકાય, શિક્ષણ ક્ષેત્રે સમાજના તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુ કરી શકાય તથા સમાજને કનડતા પ્રશ્નો માટે ચર્ચા વિચારણા માટે તથા સમાજનું સંગઠન વધુ મજબૂત બને ગુજરાત ખાતે જ્યાં મોટી સંખ્યામાં સમાજ છે ત્યાં કોલેજોની સ્થાપના કરવી દરેક જિલ્લાઓમાં કમિટીની રચના કરવી. આઈ એ એસ અને આઈ પી એસ જેવી પરીક્ષા માટે વર્ગો ચાલુ કરી પરીક્ષા લાગતી માહિતી પૂરી પાડવી.
દીકરા દીકરીના લગ્નોમાં ખોટા ખર્ચ બંધ કરી એ જ રકમ બચત કરી સમાજમાં નબળા વર્ગ માટે મદદ રૂપ થઈ ડોક્ટર એન્જીનીયરના અભ્યાસ માટે વિદેશમાં જવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવી જેવા ઘણા મુદ્દાઓની ચર્ચા થઈ હતી. આ પ્રસંગે આણંદ જિલ્લા કમિટીના પ્રમુખ રંજીતખાન રાણા તથા અજીતસિંહ વાઘેલા, ઉપ પ્રમુખ રફીક રાણા, ખજાનચી અહમદ રાણા, મંત્રી કનુભા ગોહિલ, વનોદ સ્ટેટના ઇનાયતખાનજી, રાષ્ટ્રીય કિસાન સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા,અબ્દુલભાઇ ચૌહાણ, બ્રિજેશસિંહ જમાદાર તથા મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે એવોર્ડ મેળવનાર સાઇબર ક્રાઇમના જમાદાર સોહેલ રાજનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ ખાતે ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંમેલન યોજાયું.
Advertisement