Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા બેન દેસાઈની અધ્યક્ષતા માં શાંતિ સમિતિની એક બેઠક યોજાઇ હતી. આગામી હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા બેન દેસાઈએ પર્વ શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે હોળી ધૂળેટીના પર્વને કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા વિશેષ અપીલ કરી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ તાલુકા પંચાયત બેઠકના સદસ્ય અનસુયા બેન વસાવા, પાલેજ ગ્રામ પંચાયતના પુર્વ ઉપસરપંચ સલીમ વકીલ, ઘનશ્યામ પટેલ, ડાહ્યાભાઈ વસાવા, પાલેજ તાલુકા પંચાયત બેઠકના પુર્વ સદસ્ય મોહસીન પઠાણ, પારખેત ગામના પૂર્વ સરપંચ ઈલ્યાસ પટેલ, કંબોલીના સરપંચ હનીફ પટેલ સહિત નગરના આગેવાનોએ ઉપસ્થિત રહી સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચમાં ફરજિયાત માસ્કનો ઉલાળિયો કરતાં પ્રજાજનો, પોલીસે મેમો-દંડ ફટકાર્યો…

ProudOfGujarat

અમરેલીમાં SOG ની ટીમે બે કિલો ગાંજા સાથે એક મહિલાને ઝડપી

ProudOfGujarat

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં વિશ્વ મહિલા દિનના રોજ જ મહિલા સાથે છેડતીનો બનાવ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!