Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારેકરી – ભરૂચના બે યુવાનો બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના મન્નતની દીવાલ કૂદી અંદર પ્રવેશી ગયા, પોલીસે કરી ધરપકડ

Share

બોલીવુડના કિંગ ખાનનું ફેન ફોલોવિંગ ઘણું વિશાળ છે. શાહરૂખના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે અને પોતાના ફેવરિટ સ્ટાર માટે તેના ચાહકો અઘરા સાહસો કરતા હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. જેમાં શાહરૂખના ઘર મન્નતમાં બુધવારે રાતે બે યુવકો ઘુસી ગયા હતા. દિવાલ કુદીને શાહરૂખના ઘરમાં ઘુસનારા બે યુવકોને ત્યાંના સિક્યોરિટી ગાર્ડે ઝડપી લીધાં છે. આ પછી, મન્નતના ઘરના મેનેજરે ગુરુવારે બંને ચાહકોને બાંદ્રા પોલીસને સોંપી દીધા છે.

મળતી વિગતો પ્રમાણે ધરપકડ કરાયેલા બંને યુવકોની ઉંમર 19 થી 20 વર્ષની છે. બંગલામાં પ્રવેશતા જ બંને યુવકોને ત્યાં ફરજ પરના સુરક્ષાકર્મીઓએ પકડી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ પોલીસને જણાવ્યું કે તેઓ ગુજરાતથી આવ્યા છે અને શાહરૂખને મળવા માંગે છે. અધિકારીએ કહ્યું કે, પરવાનગી વિના પરિસરમાં પ્રવેશવા સહિત ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ યુવકો મન્નતમાં ઘુસ્યા ત્યારે શાહરુખ ખાન ઘરમાં નહોતો.

Advertisement

ભરૂચના બંને યુવકોને 1 દિવસની પોલીસ કસ્ટડીમાં રખાયા હતા. શાહરૂખ ખાનના નિવાસસ્થાન મન્નતમાં કથિત રીતે ઘુસણખોરી કરતા પકડાયેલા બે લોકોને આજે 1 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ બંને ગુજરાતના ભરૂચના રહેવાસી છે અને શાહરુખ ખાનના ચાહક છે. પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે.


Share

Related posts

મોરબીમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ અંગે જાહેર વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

અંકલેશ્વર માં કરોડો ની લૂંટ માં પત્ની.પ્રેમી અને ડોન ની સંડોવણી બહાર આવી

ProudOfGujarat

ડેડીયાપાડાના ગોવલીઘાટ પાસે નદીના પાણીમા તણાઈ જતા વિદ્યાર્થીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!