ભરૂચમાં હોળી ધૂળેટીના પર્વના આડે ગણતરીના દિવસો બાકી છે તે પૂર્વે અસામાજિક પ્રવૃતિઓ અને દેશી દારૂની રેલમછેલ અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ભરૂચ જીલ્લામાં હોળી પર્વ પહેલા જ ભરૂચ અને અમરતપુરા ગામની સીમમાં ધમધમતી 30 થી વધુ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી 41 થી વધુ બુટલેગરોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
આગામી હોળી-ધૂળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા રેન્જ આઈ.જી.સંદીપસિંગ અને ભરૂચ SP ડો.લીના પાટીલ દ્વારા પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઈવની સુચના આપવામાં આવી હતી. જેને આધારે ભરૂચ ટાઉન અને અંકલેશ્વરના અમરતપરા સહીત અમરાવતી ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ સમાન ભઠ્ઠીઓ ઉપર પોલીસની અગલ અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા. જેમાં 681 લીટર દેશી, દારૂ ગાળવાનો વોશ 27670 લીટર, તેમજ 4 વાહનો મળી કુલ રૂ. ૪,૧૪,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દેશી દારૂ અંગેના ૫૪ કેસો કરવામાં આવ્યા છે જે અંગે ૪૧ આરોપીઓની અટક કરવામાં આવી છે જયારે ૧૧ આરોપીઓ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં હોળી – ધૂળેટી પહેલા પોલીસ સક્રિય, દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડો પાડી 41 આરોપીઓની કરાઇ ધરપકડ
Advertisement