ભરૂચ જિલ્લા પંથકમાં શાંતિનું વાતાવરણ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ દારૂની હેરાફેરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું લીસ્ટ પાસા અંગે તૈયાર કરી દરખાસ્ત કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી કે જેથી તેઓ વિરૂધ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકટીવીટીઝ એકટ પાસા હેઠળ અટકાયત કરવામા આવી હતી કુલ ૧૨ જેટલા વ્યકિતઓની અટકાયત કરાઈ હતી અને રાજયની જુદી જુદી જેલોમાં મોકલી આપવામાં આવ્યા હતા.
જેમાં રસીદ ઉર્ફે ટીનો રાયસંગ વસાવા તાઝગડીયાને અમરેલી જેલમાં, જસ્ટીન વીલ્સન વસાવા તા. ઝગડીયાને પાટણ જેલમાં, મનિશ ઉર્ફે મલો કાલિદાસ બાપુ વસાવા તા.અંકલેશ્વરને જામનગર જેલમાં, સતિષ ઉર્ફે ધમો બકોર પટેલ રહે.દહેજને જામનગર જેલમાં, અલ્પેશ ભીખા પટેલ તા.આંકલેશ્વરને પાલનપુર જેલમાં, ઋષભ શ્યામુ વસાવા રહે. ભરૂચને મહેસાણા જેલમાં, ગંગાબેન ઉક્કડ વસાવા રહે.અંકલેશ્વરને મહેસાણા જેલમાં, ભીખાભાઈ મનુભાઈ વસાવા રહે.દહેજને પાલનપુર જેલમાં, અશ્વિન મેલાભાઈ વસાવા રહે.દહેજને દાહોદ જેલમાં, પ્રજ્ઞેશ નરેશ પટેલ રહે.તા.અંકલેશ્વરને ભાવનગર જેલમાં, તેજસ ઉર્ફે સુનો જશવંત પટેલ રહે.તા.અંકલેશ્વરને જુનાગઢ જેલમા, મહમદ જાવીદ મહમદ હુશેન શેખ રહે. હાસોટને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે પાસા હેઠળ અટકાયત કરી મોકલી આપવામાં આવેલ છે.