Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની વર્લ્ડ ફેમસ “સુજની”બનાવટની કલાને જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ નિહાળી, અદભુત કલાના કર્યા વખાણ

Share

આજરોજ ભરૂચની આગવી ઓળખ સમાન વિશ્વ વિખ્યાત સુજનીની કળા સાથે સંકળાયેલા પરિવારોની જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા સૌજન્ય મુલાકાત લેવામાં આવી હતી.

જિલ્લા કલેકટર દ્વારા સૌ પ્રથમ મૃત:પ્રાય થવાના આરે આવેલ આ વણાટકામની અનોખી કલાને પુન:ર્જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ “પ્રોજેકટ રોશની” હેઠળ અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયાસો અને તેના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પ્રોજેકટ હેઠળ શરૂ કરવામાં આવનાર નવી પેઢીના યુવાનોને સુજની વણવાની તાલીમ આપી તેમના માટે રોજગારીની નવીન તકો આપવા માટે પ્રોજેક્ટ રોશની અંતર્ગત તૈયાર થનાર તાલીમ કેન્દ્ર “રેવા સુજની કેન્દ્ર”ની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની પ્રગતિની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત સુજની વણાટકામ સાથે સંકળાયેલા તમામ કારીગર પરિવારના સભ્યો સાથે રૂબરૂ ચર્ચા કરી તેમના આ ક્ષેત્રમાં વર્તમાન સમસ્યાઓ અને કલાને પુન:ર્જીવિત કરવા માટે તેમના પોતાના અભિપ્રાયો જાણ્યા અને તેના સમાધાન સ્વરૂપે “પ્રોજેકટ રોશની” માં તેના ઉપાયો અને મદદની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.

વધુમાં કલેકટરએ આ કામ સાથે સંકળાયેલ હયાત સુજની વણાટકામ કરતાં માલીવાડ ખાતે રહેતા રફીક સુજનીવાલા અને ફાટા તળાવ પાસે રહેતા મુઝક્કીર સુજનીવાલાની ઘરે હાથશાળની રૂબરૂ મુલાકાત લઈ આ વણાટકામની બારીકાઈ અને ખાસિયતોની જાણકારી લીધી અને સ્વયં હાથશાળ બેસી સુજની પર હાથ અજમાવી અનુભવ કર્યો. તેમના દ્વારા ભરૂચની આ અસ્મિતા સ્વરૂપ ૧૫૦ થી ૨૦૦ વર્ષ જૂની કલાને બચાવવા સુજનીવાલા પરિવાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની કલેકટરએ પ્રશંસા કરીને ભરૂચની સુજનીને વૈશ્વિક ફલક પર પહોચાડવા પૂર્ણ સહયોગની ખાત્રી આપવામાં આવી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર જિગર દવે, કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય મહાત્મા ગાંધી નેશનલ ફેલો નિરવકુમાર સંચાણીયા,સામાજિક અગ્રણીઓ જેવા કે, રિઝવાના જમીનદાર, પીલુ જીનવાલા, અર્ચના પટેલ, પુનમ શેઠ, રીટા દવે અને સુજની વણાટકામ તથા સુજની વણાટકામ સાથે સંકળાયેલ અન્ય મહાનુભાવો સાથે રહ્યા હતા.

શું છે “પ્રોજેકટ રોશની” ?

Advertisement

પ્રાજેક્ટ રોશની અંર્તગત ભરૂચની અસ્મિતા સમાન સુજનીને પુન:ર્જીવિત કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો સ્તુત્ય પ્રયાસ છે. જે અંતર્ગત સુજની બનવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કારીગરોની માળખાકિય સુવિધા પૂરી પાડીને તેમના જીવન ધોરણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનો ઉમદા આશય છે.

“પ્રોજેકટ રોશની” અંર્તગત નીચેના આયામો આવરી લેવાશે:-
– યુવા પેઢીને સુજની વણાટકામની તાલીમ આપીને તેમને આર્થીક રીતે પગભર કરવાનો આશય છે


Share

Related posts

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હોસ્ટેલ ફી ના મુદ્દે વિદ્યાર્થીઓએ પાઠવ્યું રજીસ્ટરને આવેદન.

ProudOfGujarat

દહેજની ઓપાલ કંપની ખાતે સફળતાપુર્વક મોકડ્રીલ યોજાઇ.

ProudOfGujarat

છોટાઉદેપુરના બોડેલી ગામના જવાન શહિદ થતાં ગામમાં ગમગીનીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!