ભરૂચની સિવિલ હોસ્પીટલના ખાનગી કરણ અંગેની પ્રક્રીયા સરૂ તથા વિરોધ વંટોલ અને વિવાદ સરૂ થઈ ગયો છે. ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજાને રંજાડી સિવિલ હોસ્પીટલનુ ખાનગી કરણ કરી ઉધોગપતિઓને ઘી-કેળા કરાવવા અંગેની સરકારની નીતી સામે લોકોમા રોષ વ્યાપી ગયો છે ત્યારે આ સમસ્યાને વાચા આપવા ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ગુજરાત રાજ્યના રાજ્યપાલ ને સંબોધીને ભરૂચ જીલ્લા કલેક્ટર દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવયા અનુસાર ભરૂચ સિવિલ હોસ્પીટલ ને લોકોના આરોગ્યના ઉમદા હેતુથી આપવામા આવેલ ૨૮.૯૬ એકર જમીન અને તેના પર રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવેલી બીલ્ડીંગો અને સાધનો સાથે માત્ર એક રૂપિયાના ટોકન ભાડેથી ૩૩ વર્ષ માટે લ્હાણી કરી દેવામા આવે છે. સિવિલ હોસ્પીટલમા જીલ્લાની ૬૦ થી ૭૦ ટકા ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા આરોગ્ય અંગે વિનામુલ્યે અને સસ્તી સરકારી સેવા મેળવી રહી છે. જે સામે ખાનગી કરણથી પ્રજાના આરોગ્ય સામે ખતરો ઉભો થઈ સકે છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બ્રાઉન ફિલ્ડ સ્કીમ હેઠળ પીપીપી ધોરણે સમગ્ર સિવિલ હોસ્પીટલા ના મુલ્ય વાન કેમ્પસને માત્ર એક રૂપિયાના ટોકન ભાડેથી વડોદરાની કિષ્ના એજ્યુકેશન ફાઉનન્ડેશનને તા. ૬/૭/૨૦૧૭ ના રોજ મેડીકલ કોલેજ માટે રજીસ્ટ્રડ લીસ્ટ ડીડ કરી આપવામાં આવેલ છે. વડોદરાની અને મડીકલ કોલેજ માટે રાજ્ય સરકારે જે કિષ્ના એજ્યુકેશન ફાઉન્ડેશનની પસંદગી કરી તે કંપની કરાર થયાના દિવસથી માત્ર ૧૦ મહિના પહેલા નિર્માણ થઈ છે . અને તેનુ ભંડોળ માત્ર રૂ. ૨,૯૭ લાખ હતુ એમ.સી.આઈ ના ઓડીટમાં જે કંપની નબળી સાબીત થઈ છે. તેવી કિષ્ના એજ્યુકેશનલ ફાઉન્ડેશનને રાજ્ય સરકારે કઈ રીતે પસંદ કરી તે અંગે શંકા સેવાઇ રહી છે. આ ઉપરાંત એમ.સી.આઈ મા નબળી સાબીત થયા બાદ રાજ્ય સરકારની ફરીથી કોઈ નિવિદા કે જાહેરાત પ્રકાશિત કર્યા વગર અંદર ખાને ગુપ્તતા જાણવી કિષ્ના એજ્યુકેશન ફાઉનન્ડેશનની જગ્યાએ આજ માલિકોએ રૂદ્રાક્ષ એકેડમી પ્રા.લી કંપનીને નવેસરથી તા.૧૧/૧/૨૦૧૮ ના રોજ ભરૂચ સબરજીસ્ટર કચેરીએ લીઝ ડીડ કરી આપવામાં આવી જેમા કૌભાંડની સક્યતા જણાય રહી છે . સિવિલ હોસ્પીટલના ૬૦૦ કરોડ રૂપિયા ઉપરાંતના સંકુલને માત્ર એક રૂપિયામા ભાડે આપવાના કારારને આરોગ્ય મંત્રી અને સચીવો દ્વારા કયા કારણોસર ગુપ્ત રાખવામાં આવ્યું તે તપાસનો વિષય છે. મેડીકલ કોલેજ આકાર પામે તે આવકાર દાયક છે. પરંતુ તેની આડમાં ઉધોગપતિઓને ઘી-કેળા કરાવવાની નીતી નીંદનીય છે. તેથી ગરીબલોકોની વિનામુલ્યે થતી સારવાર પણ જોખમમાં મુકાય તેવી સંભાવના છે. સૌથી વધુ અચરજની બાબત એ છે કે ભરૂચ ખાતે પણ ઘણા સેવાકીય ટ્રસ્ટો છે. જે સેવાકીય કાર્યો કરી રહ્યા છે. તેને બાજુએ રાખી વડોદરાની કિષ્ના એજ્યુકેશન ફાઉન્ડેશન અને રૂદ્રાક્ષ અકેડમી પ્રા.લી ના માલિકો જગદીસ પટેલ પત્ની કમલાબેન પટેલ પુત્ર ધ્રુવ પટેલ, કિષ્ના પટેલ એમ એકજ પરિવારના સભ્યોની બનેલી કંપનીઓને ભરૂચ સિવિલ હોસ્પીટલ ને મેડીકલ કોલેજ બનાવવા માટે ફાળવી દેવામાં આવતા સરકારનો આ નિર્ણય એક જ પરિવારને લાભ કરી આપવાનો હોય તેમ જણાઈ રહ્યું છે. ભરૂચમાં મેડીકલ કોલેજ અને સિવિલના આધુનીક કરણ માટે રાજય સરકારે પોતે ૫૦૦ કરોડની ફાળવણી કરી હોત અને સેલ્ફ ફાઈનાન્સ નહિં પરંતુ સરકારી મેડીકલ કોલેજ બનાવવી જોઈએ તેવી માંગ સાથેનુ આવેદન પત્ર ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા ની આગેવાની હેઠળ પાઠવવામાં આવેલ છે. રાજ્ય સરકારના નિર્ણયને રદ કરી થયેલ કરારની સી.બી.આઈ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદન પત્ર પાઠવવા સમયે જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, નાઝુ ફડવાલા, સુનિલભાઈ પટેલ, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ પરમાર, ભરૂચ જીલ્લા યુવા પ્રમુખ શેરખાન પઠાન, ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી દિનેશભાઈ અડવાણી, ઝુબેરભાઈ, સલીમભાઈ વગેરે ઉપસ્થીત રહ્યા હતા.
ભરૂચ સિવિલ હોસ્પીટલના ખાનગી કરણ કરી ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજાને રંજાડવા અંગે ની તજવીજ સામે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા જંગી રેલીનુ આવેદન કરાયુ તેમજ આવેદન પત્ર પાઠવાયુ કોંગ્રેસનો સીધો આક્ષેપ કે ઉધોગપતિઓ ને ઘી-કેળા કરાવવાની રાજ્ય સરકારની નીતી …
Advertisement