ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિશ્તીયા નગરમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર મોટામિયા બાવા સાહેબના આસ્તાના પર છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ અકિદતમંદો દરગાહ શરીફમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. પાલેજ સ્થિત મક્કા મસ્જિદના ઇમામ સાહેબ મૌલાના મોહમ્મદ અશરફીએ હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના સીઝરા શરીફનું પઠન કર્યું હતું. હજરત સૈયદ સલીમુદ્દીન પીરઝાદા સાહેબ તેમજ ડો. પીર મતાઉદ્દીન બાવા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બન્ને મહાનુભાવોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. દરગાહ કમિટી દ્વારા સામૂહિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : પાલેજ સ્થિત દરગાહ શરીફ પર છઠ્ઠી શરીફની ઉજવણી કરાઇ.
Advertisement