Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ઘી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અવર્નેશ કાર્યક્રમ યોજાયો.

Share

તા ૨૭-૨-૨૦૨૩ ના રોજ ભરૂચની ઘી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓમાં અવર્નેસ આવે તે હેતુથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

બાળકો દુષણમાંથી મુક્તિ કઈ રીતે મળે અને દુષણથી કેમ દૂર રહે અને અમૂલ્ય જીવન કેવી રીતે જીવે અને ભણવા પાછળ કેન્દ્રિત કરે તેવી સમજણ આપી હતી. પોલીસ વિભાગમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ જે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ થી કાર્યરત કરવામાં આવ્યું છે. આ યુનિટ સમગ્ર ભારત ભરમાં કાર્યરત છે. બાળકો દુષણમાંથી મુક્તિ કઈ રીતે મળે અને દુષણથી કેમ દૂર રહે અને અમૂલ્ય જીવન કેવી રીતે જીવે અને ભણવા પાછળ કેન્દ્રિત કરે તેવી સમજણ આપવી, જેનું મહત્વનું લક્ષ્ય એ છે કે નાના બાળકોને દૂષણોથી દૂર રાખવા, ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરમાં બહુ તરંગો આવે છે આવી અવસ્થામાં ઘણા ફેરફારો આવતા હોઈ છે. આ તરંગોમાં કઈ દિશામાં જવું તેનું ભાન હોતું નથી તે અવળી દિશામાં પણ ચઢી જાય છે અને જયારે તેને ભાન આવે છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોઈ છે, આપણા વાલીઓ આપણને કઈ રીતે ભણાવે છે કેવી પરિસ્થિતિમાં છે તેનો વિચાર કરીને આપણે ભણવું જોઈએ, કોઈ પણ અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ, કોઈપણ ના લોભ લાલચમાં પણ ફસાવવું નહિ, પ્રેમ પકરણમાં ફસાવું નહિ, જેમાં દિલ્હી નિર્ભયાના ૩૫ ટુકડા કરવામાં આવ્યા હતા તેનું દાખલો આપ્યો હતો, કોઈ પણ અજાણી વ્યક્તિ પીછો કરે, છેડતી કરે કે હેરાનગતિ કરે તો તેની જાણ વાલીને અને પોલીસને તુરંત જ કરવી જેવી સમજણ ભણી વાતો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના એ.એસ.આઈ કનકસિંહ ગઢવી દ્વારા બાળકોને આપવામાં આવી હતી. ત્યારબાદ પી.આઈ પાટીદાર સાહેબ દ્વારા બાળકોને સોસીયલ મીડિયામાં ફસાઈ ન જવાઇ કે ખોટો દુરુપયોગ ન થાય તેના માટે સાવચેતી રાખવા સલાહ આપી હતી.

આ કાર્યક્રમમાં પી.આઈ બીએ.એમ.પાટીદાર સાહેબ, એ.એસ.આઈ. કનકસિંહ ગઢવી, બળવંતભાઈ, નગરપાલિકા ભરૂચના ઉપ પ્રમુખ નીનાબા યાદવ, અંકલેશ્વર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તૃપ્તિબેન જાની, પ્રિન્સિપાલ નેહાબા ઝાલા, મહેશભાઈ નિઝામ તેમજ શિક્ષણ ગણ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

કોંગ્રેસ હાઇકમાન્ડ આઉટ : કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીજી.એસ.કુમાર વિદ્યાલમાં સાયન્સ શિક્ષક દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ દર્શન કરાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!