છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લામા એક પછી એક ઇકો કારના સાયલેન્સરની ચોરી થતી હોવાના બનાવ બન્યા હતા. જેના પગલે ઈકો કારના માલિકોમા પણ ગભરાટ ફેલાયો હતો પરંતુ એલ સી બિ પોલિસને આ બનાવોના ભેદ ખોલવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો લીના પાટિલના માર્ગદર્શન હેઠલ એલ સી.બી.પી આઇ ઉત્સવ બારોટ અને તેમની ટીમ પણ ઇકો કારના સાયલેન્સરની ચોરી કરનારાઓની તપાસમાં હતા તેમજ સીસીટીવી ફૂટેજ અને અન્ય માહીતી તપાસવામાં આવી રહી હતી તે સાથે ઍવી બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના લુવારા ગામનાં બે વ્યક્તિ આવા બનાવોમાં સંડોવાયેલા છે જે અંગે વોચ ગોઠવતા પુછપરછ કરતા 21 સાયલેનસરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ તેઓ સાયલેન્સર ચોરી કરવા અંગેના સાધનો ગુરૂદ્વારા પાછળ આવેલ ખેતરોમાં દાટી રાખ્યા હોવાનુ જણાવ્યુ હતુ. એલ સી બિ પોલીસે સાયલેન્સરો અને અન્ય સાધનો મળી કૂલ રૂ 2.32લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે એલ સી બિ પોલીસના પી એસ આઇ જે એમ વાળા અને જે એન ભરવાડ અને તેમની ટીમે કામગીરી કરી હતી. ઝડપાયેલ આરોપીઓમાં પિતા હનીફ ઉમર સિંધી દીવાન 2 પૂત્ર મુસીર દીવાન પૂત્ર.. બન્ને રહે લુવારા જ્યારે વોન્ટેડ આરોપીઓમા મુન્ના ભાઇ રહે ધોળકા અને સલીમ,બબલુ, તેમજ રઈશનો સમાવેશ થાય છે. લુવારા ગામના હનિફ દીવાન નાં ઘરે ધોળકાથી મુન્નાભાઈ આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ઇકો ગાડીનાં સાયલેન્સર ચોરી કરી ગુજરાન કરે છે ત્યાર બાદ બીજી વખત મુન્ના ભાઇ લુવારાના પિતા પુત્રને સાથે લઈ સાયલેનસરની ચોરી કરવા ગયા હતા.