Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને વિવિધ વિસ્તારમાં પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુર્હુત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ કર્યું

Share

નંદેલાવ ગામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોના લોકાર્પણ 153 ભરૂચ મતવિસ્તારના લોકપ્રિય માનનીય ધારાસભ્ય રમેશ ભાઈ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા પંચાયત જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રજાલક્ષી મુખ્ય કામો પૈકી 1) મંગલદીપ સોસાયટી કોમ્યુનિટી હોલ, શૌચાલય, પેવર બ્લોકનું કામ, 2) બુસા સોસાયટી પાસે પંચવટી કમ્પાઉન્ડ વોલ અને ગ્રીલ, પેવર બ્લોકનું કામ, 3) તળાવ પાસે પ્રોટેક્શનવોલ, પેવર બ્લોક અને વીજળીકરણનું કામના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ખાતમુહુર્ત કરેલ. આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કામિનીબેન પંચાલ, સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઈ મેકવાન સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રી, આગેવાનો, કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

Advertisement

Share

Related posts

પીજીઆઈએમ ઇન્ડિયાએ ઈએલએસએસ ફંડ કેમ્પેઈન #સેવ ટેક્સ ક્રિએટવેલ્થ શરૂ કર્યું.

ProudOfGujarat

“દિવ્ય કાશી, ભવ્ય કાશી” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભરૂચ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

તિલકવાડાની ઉતાવડી પ્રા.શાળાના મુખ્ય શિક્ષક ન આવતા ક્લાસરૂમો ખુલ્યા નહિ, વિદ્યાર્થીઓએ બહાર બેસી ભણવું પડ્યું!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!