Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની દુધધારા ડેરીના પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલની વરણી કરાઇ.

Share

ભરૂચની દુધધારા ડેરીમાં સતત પાંચમી વખત ઘનશ્યામભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઇ છે. ડેરીમાં પુનઃ ઘનશ્યામભાઈ પટેલની પ્રમુખ તરીકેની નિયુક્તિ થતા જ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા 25 થી 300 નો વધારો જાહેર કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. કિલો ફેટે ગાયના દુધનો ખરીદ ભાવ રૂ.775 અને ભેંસના દુધના 780 કરવામાં આવ્યા છે. પ્રમુખ તરીકેની વરણી પૂર્વે ઘનશ્યામ પટેલે ડેરીના દહીંના પ્લાન્ટને એક્સપાન કરવા સાથે 16 જેટલા સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ પણ કર્યા હતા.

ભરૂચની દૂધધારા ડેરીમાં પ્રમુખ તરીકેની ચૂંટણી જિલ્લાના પ્રાંત અધિકારી યુ.એન.જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને મહામંત્રી ફતેસિંગ ગોહિલની હાજરીમાં ડેરીના પ્રમુખ તરીકે સર્વાનુમતે ઘનશ્યામભાઈ પટેલની સતત પાંચમી વખત બિનહરીફ વરણી થતા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ તેમને વધાવી લીધા હતા.

Advertisement

ઘનશ્યામભાઈ પટેલ સહકારી અને રાજકીય ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે. નર્મદા જિલ્લાની ધારીખેડા સુગરમાં તેઓ છેલ્લા 30 વર્ષથી તેઓ નેતૃવ કરે છે. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળતા ઘનશ્યામભાઈ પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. વર્ષ 2007-08માં તેઓ દુધધારા ડેરીના પ્રથમ વખત નિયુક્ત થયા હતા. ત્યારથી તેઓ સતત ડેરીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે. 2008 માં 25000 પશુપાલક પરિવારો પાસેથી દૈનિક દૂધ કલેકશન 30 હજાર લીટર હતું. અને 17 કરોડનું ટર્ન ઓવર હતું. ઘનશ્યામભાઇ કુશળ વહીવટના કારણે આજે 1 (એક ) લાખ પશુપાલક પરિવારો રોજીરોટી મેળવે છે. જેમની પાસેથી 2.25 લાખ લીટર દૂધ કલેકશન થાય છે. સાથે ટર્ન ઓવર ₹629 કરોડે પહોંચ્યું છે. ડેરીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ પોતાનું કાર્યક્ષેત્ર ઉભું કર્યું છે. મહારાષ્ટ્રના ધૂળિયા, જલગાવ અને નંદુરબાર ખાતે પણ અંદાજે 25000 પરિવારો પાસેથી દૂધ ખરીદી તેમને રોજગારીની તકો આપી છે.

પ્રમુખ તરીકેની વરણી બાદ ઘનશ્યામભાઈ પટેલે પશુપાલકોના હિત માં દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા 25 થી 30 નો વધારો જાહેર કરતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ અવસરે ઘનશ્યામભાઈ પટેલે ડેરીમાં દહીંની 30 ટનની ઉત્પાદન ક્ષમતાને 50 ટનની સુધી વધારી તેનો શુભારંભ કરાવ્યો હતો. સાથે ડેરીના ટેક્નિકલ સ્ટાફ માટેના કવાટર્સનું લોકાર્પણ કર્યું હતું.


Share

Related posts

ભરુચ : ખત્રિ સમાજ દ્વારા કાજરા ચોથની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરાઇ

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં નેશનલ પ્લાઝા બિલ્ડિંગમાં ફાયર સેફટી ન હોવાથી સીલ કરાયું.

ProudOfGujarat

તા.20/7/2020 નાં સવારે 12 વાગ્યા સુધીમાં કોરોનાનાં 9 પોઝીટિવ દર્દી જણાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!