ભરૂચ ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દર વર્ષે શિવરાત્રી પર્વને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ઝાડેશ્વરના તુલસીધામ ખાતે ભવ્ય વિશાળ શિવ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં ૧૫ ફૂટ ઊંચું શિવલિંગ, બાર જ્યોતિર્લિંગ દર્શન, બાળકો માટે વેલ્યુસ ગેમ અને રાજયોગ શિબિર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મેળો તા.૧૭ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે ૬ થી ૧૦ અને સાંજે ૪ થી ૧૦ ના સમય દરમિયાન ખુલ્લો મુકાતો હતો.
મેળાના અંતિમ દિવસે ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટરના ઇન્ચાર્જ પ્રભા દીદી દ્વારા એક વિશાળ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦૮ આરતી દ્વારા વિશાળ ૧૫ ફૂટ ઊંચું શિવલિંગ સાથે જ બાર જ્યોતિર્લિંગની મહાઆરતી કરવામાં આવી હતી. આ મેળામાં આવનાર તમામ લોકોએ ૧૫ ફૂટ ઊંચા શિવલિંગ અને બાર જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળ ઉપર કર્યા હતા. દરરોજ મેળામાં મહા આરતીનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં સમગ્ર ભરૂચ જિલ્લાના રાજકીય સામાજિક આગેવાનો અને નાગરિકોએ મહા આરતીનો લાભ લીધો હતો. મેળાના અંતિમ દિવસે ભવ્ય વિશાળ ૧૦૮ મહા આરતી યોજાઈ હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો, સાત દિવસ સુધી યોજાયેલા શિવ દર્શન મેળામાં સમગ્ર ભરૂચ જિલ્લાના શિવ ભક્તોએ મેળાનો લાભ લીધો હતો. આવનાર દિવસોમાં મેડીટેશન માટે ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટરનો સંપર્ક કરવા બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ