પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં ભરૂચ જિલ્લાએ પશ્ચિમ રીજીયનમાં શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ મેળવ્યો છે. જિલ્લામાં એક વર્ષમાં 5,252 મહિલાઓને 3.25 કરોડની સહાયની ચુકવણી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 19 વર્ષ કે તેથી વધુ ઉમંરની સગર્ભા મહિલાઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અમલમાં મુકવામાં અાવી છે. આ યોજનામાં શરતોને આધીન રહી લાભાર્થી મહિલાના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરાવવામાં આવે છે.
પ્રથમ બાળકના જન્મ અને તેની સંંભાળ સુધીના તબકકાને યોજનામાં આવરી લેવાયાં છે. આ યોજનામાં બાળકના જન્મ માટે યોગ્ય વાતાવરણ તથા પોષણક્ષમ આહારની પણ જોગવાઇ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં એક વર્ષમાં માતૃ વંદના યોજના હેઠળ 5,252 મહિલાઓને 3.25 કરોડની સહાયની ચુકવણી કરવામાં આવી છે.
આ કામગીરીના કારણે યોજનામાં ભરૂચ જિલ્લો પશ્ચિમ ભારતમાં શ્રેષ્ઠ રહયો છે. દહેરાદુન ખાતે આયોજીત સમારંભમાં ભરૂચના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભરૂચના કલેકટર રવિકુમાર અરોરાએ જણાવ્યું હતું કે, આશાવર્કર તેમજ આંગણવાડી બહેનોએ સાચી દિશામાં કરેલી કામગીરીના કારણે આ પરિણામ મળ્યું છે. આગામી દિવસોમાં 10 હજાર મહિલાઓને યોજનાનો લાભ મળે તેવું અમારૂ આયોજન છે..સૌજન્ય