Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર જિલ્લામાં મોડીસાંજથી વહેલી સવાર સુધી મુશળધાર વરસાદ યથાવત્ રહ્યો છે ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં નાની મોટી ઘટનાઓ બની હતી જેમાં ભરૂચ શહેરના સોનેરી મહેલ રોડ ઉપર ગેબીયન વોલ ની બાજુમાં જુની દિવાલ ધસી પડતા સ્થાનિક રહેવાસી ઓના જીવ તાળવે ચોંટયા હતા ..

Share


::-બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના પાંચબત્તી થી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર દર શ્રાવણ માસમાં વિશાળ મેળો યોજાતો હોય છે ત્યારે આ મેળાને ધ્યાનમાં લઇ સાંકડા માર્ગને પોહળો કરવા ના બહાને બિલ્ડર ને લાભાર્થે ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી બિલ્ડરના લાભાર્થે ભરૂચ નગરપાલિકાના એક કરોડના ખર્ચે ગેબીયન વોલ બનાવી આપી હતી જે બાદ જે સ્થળે રોડ બનાવવા નો હતો ત્યાં રોડ તો  ન બનાયો જ નથી દિવાલ ધસી પડતા વરસાદી માહોલમાં સ્થાનિક રહીશોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો
જોકે ઘટના બાદ ભ્રષ્ટાચાર આચરનારા સમગ્ર ઘટનાથી દૂર રહ્યા હતા ત્યારે આ પૂર્વ પ્રમુખને એક મિનિટની એક એટલે કે હોવાના કારણે કોઈ કશું જાણવા મળી રહ્યું છે જોકે હાલ તો ઘટનાને પગલે ભરૂચ નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ સુરભીબેન તમાકુવાળા ઉપ- પ્રમુખ ભરતભાઈ શાહ સહિતનાઓ ઘટના સ્થળ પર દોડી આવી ભર વરસાદે પણ સમગ્ર ઘટના અંગે દિલગીરી વ્યક્ત કરી હતી
જોકે દોઢ મહિના બાદ શ્રાવણ માસમાં સાતમ આઠમ નોમ દશામ એમ ચાર દિવસ નામ એક મેળામાં ભારતભરમાંથી માનવ મહેરામણ ઉમટે છે ત્યારે આ મેળા ના આગમન પહેલા જેનું કામ પૂર્ણ કરવા સ્થાનિક માંગ કરી રહ્યું છે જોકે મેળામાં લોકોની અવરજવર દરમિયાન રોડ બેસી જાય અને મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તે તપાસનો વિષય બન્યો છે
જોકે આ માર્ગ ઉપર બિલ્ડર ના લાભાર્થે બનેલી ગેબીયન વોલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા માગણી થઈ રહી છે જોકે સ્થાનિક રહીશોએ પણ સમગ્ર ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો…

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત બાઈક રેલીનું ભરૂચમાં આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં ધનતેરસ નિમિત્તે લોકો સોના-ચાંદીની ખરીદી કરવા માટે ઉમટી પડયાં.

ProudOfGujarat

આમોદ પોલીસે 21 ભેંસોને ક્રૂરતા પૂર્વક વહન કરાવતા એક ઈસમ ને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!