Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકા પંચાયત ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું.

Share

ગુજરાત સરકારની પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી” અભિયાન અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, અંકલેશ્વર દ્વારા કિશોરીઓ માટે આજરોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા કિશોરીઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ, પોલીસ વિભાગની કામગીરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરી, આરોગ્ય સહિતના વિષયો પર માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડીઓમાં સારી કામગીરી કરનારી કિશોરીઓને ઈનામ આપી સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમમાં કિશોરીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

આ સાથે પ્રતિજ્ઞા, સિગ્નેચર પોઈન્ટ તથા સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા.

Advertisement

બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી, આઈ.સી.ડી.એસ, ભરૂચ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાલ વિકાસ અધિકારી રિવાબા ઝાલા, જિલ્લા મહીલા અને બાળ સુરક્ષા અઘિકારી, ભરૂચ પંચાયત તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત આઈસીડીએસ સુપરવાઈઝર, ડીસમુ કોરડીનેટર, એન.એન. એમ, મહિલા અભયમ 181, સખી વન સ્ટોપ સેન્ટર, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ હરખભેર ભાગ લીધો હતો.


Share

Related posts

ગુજરાતમાં કીકી ડાન્સ કર્યો તો આવી જશો સાઇબર સેલ ની નજર માં અને થશે કાયદેસરની કાર્યવાહી..જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ-CISFના કોન્સ્ટેબલ પાસેથી ATMની વિગતો મેળવી 45 હજારની ઠગાઇ..

ProudOfGujarat

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મત ગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે હાથ ધરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!