મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા તથા મહિલા સશક્તિકરણની દિશામાં સફળતાપૂર્વક પ્રયાણ કરવાના હેતુસર કન્સાઇન નેરોલેક પેન્ટસ્ સાયખાના સી.એસ.આર ફંડમાંથી વિશાખા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાગરા ખાતે સેલ્ફ એમ્પ્લોઇંગ ટ્રેનીંગ કોર્સ તાલીમ આપવામાં આવી હતી તે બહેનોને સર્ટીફીકેટ તથા સિલાઈ મશીનો આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સહયોગી કનસાઈન નેરોલેક કંપની લિમિટેડ સાયખાના સહયોગથી વાગરા, પહાજ, અને આકોટ આમ ત્રણ ગામની 35 જેટલી બહેનોને 3 માસ તાલીમ આપી સિલાઈ મશીન અને સર્ટિફીકેટ આપવામાં આવ્યા હતાં જેમાં કંપનીના સુધીર રાણેસર ( વાઇસ પ્રેસિડન્ટ, HR ), સંતોષ દેશમુખ સર ( કોર્પોરેટ હેડ, HR), રાજેશભાઈ પટેલ સર ( સાઇટ હેડ કંસાઇન નેરોલેક ), ઇઝુકા શાન સર( કનસાઈન પેઈન્ટ્સ જાપાન), કિંજલ બા ચૌહાણ અને ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ ( વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ ) અન્ય કનસાઈન નેરોલેક પેન્ટ્સ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.
વાગરા ખાતે વિશાખા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બહેનોને સર્ટીફીકેટ તથા સિલાઈ મશીનો આપવાનો કાર્યક્રમ યોજાયો.
Advertisement