ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં અત્યાધુનિક નવા એસ.ટી બસ ડેપોનું નિર્માણ થઈ ચૂક્યું છે, આગામી દિવસોમાં આ એસ.ટી ડેપોને ખુલ્લું મુકવાની કવાયત શરૂ થઈ ચુકી છે, તેવામાં આ એસ.ટી ડેપોમાં બસોની અવરજ્વર માટેનો રસ્તો પાછળનાં ભાગે આવેલ ઇન્દિરા નગર ઝુંપડપટ્ટી વિસ્તાર તરફથી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે તેવામાં આ રસ્તા પરથી ભારદાર એસ.ટી બસો પસાર થશે તો અકસ્માતની સંભાવના ઓ જાગૃત નાગરિકો સેવી રહ્યા છે.
નવ નિર્માણ પામેલ એસ.ટી બસ ડેપોની દીવાલને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આવેલ આ રસ્તા ઉપર રોજના અનેક લોકોની અવરજ્વર સહિત બાળકો અહીંયા માર્ગ ઉપર જ રમતા નજરે પડતા હોય છે, તેમજ નજીકમાં જ મોટા પ્રમાણમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય નશાની લત ધરાવતા લોકોનો પણ અહીંયા મેળાવડો જામતો હોય છે, તેવામાં નવું બસ ડેપો ખુલ્લું મુક્યા બાદ આ રસ્તેથી બસોની અવરજ્વર શરૂ થાય તો બાળકો સહિત સ્થાનિક લોકો અને નશો કરી રસ્તે જ પડી રહેતા લોકોને અકસ્માત સ્વરૂપે જીવનું જોખમ પણ ઉભું થઈ શકે તેમ છે.
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકની હદમાં આવતા ઇન્દિરા નગર વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમતા આ દારૂના અડ્ડા ઓ મામલે અવારનવાર પી.આઈ સહિતના પોલીસ વિભાગમાં જાગૃત નાગરિકોએ રજુઆત કરી નશાનો આ વેપલો બંધ કરવાની માંગ ઉચ્ચારી છે, છતાં પોલીસ વિભાગ માત્ર કાગળ પર જ કામગીરી બતાડી સંતોષ માળતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેવામાં આગામી દિવસોમાં આ જ વિસ્તારમાં નશો કરી નીકળતા લોકો એસ.ટી બસોની અડફેટે આવી અથવા મુસાફરો માટે પણ જીવનું જોખમ ઉભું કરે તેવી સંભવિત નોબત આજકાલ ઉભી થઈ છે.
નવા બસ ડેપો તરફ જવાનો માર્ગ અત્યંત સાંકડો હોવાથી અહીંયા વસવાટ કરતા રસ્તાની આસપાસના જ ઝુંપડાઓનું દબાણ તેમજ રસ્તે રહેતા લોકો માટે અને અહીંયાથી અવરજ્વર કરતા સામાન્ય નાગરિકોમાં અકસ્માતનો ભય બસ ડેપો શરૂ થયા બાદથી લોકોમાં સતાવે તો નવાઈ નહીં તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે, તેવામાં તંત્ર દ્વારા આ વિસ્તારનું સર્વે કરી અથવા પોલીસ વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ ઉપર લગામ લગાવવી ખુબ જરૂરી જણાઈ રહી છે.
– આગળ મોલ પાછળથી બસ ડેપોની બસની અવરજવરનો મુખ્ય રસ્તો
ભરૂચના સ્ટેશન રોડ પર નિર્માણ પામેલ નવા એસ.ટી બસ ડેપોમાં મુખ્ય માર્ગ તરફ મોલ સહિત દુકાનો અને ઓફિસો આવનાર છે તો તેની પાછળના ભાગે બસ ડેપોનું ટર્મિનલ ઉભું કરવામાં આવ્યું છે, જે બસોની અવરજવર માટે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારનો મુખ્ય માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતું માર્ગ સાંકડો હોય અને ત્યાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ સામાન્ય નાગરિકો માટે માથાના દુખાવા સમાન બની શકે છે તેમ ચર્ચાઈ રહ્યું છે.
– ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા ઓ ઉપર છાશવારે મારામરી સહિતના બનાવો બની ચુક્યા છે
ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા ઓ ઉપર છાશવારે મારમારી સહિતની પ્રવૃતિઓ થઈ ચુકી છે અને નવા બસ ડેપોને ખુલ્લું મુકાયા બાદ અહીંયાથી પસાર થતા સામાન્ય નાગરિકો સાથે આ પ્રકારની ઘટનાઓ પણ બની શકે છે તેવી બાબતોને પણ આ વિસ્તારમાં સર્જાયેલ ભૂતકાળના બનાવો ઉપરથી નકારી શકાય તેમ નથી.