ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરને બારોબાર ઔધોગિક એકમને વેચાણ કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલ બાતમીના આધારે હેમંતભાઈ વિનોદભાઈ પાનવાલા રહે એ. બી. સી ચોકડી નજીક નાઓ પોતે ખેડૂત ન હોય તેમજ સરકારી સબસીડીવાળું ખાતર રાખવા કે વેચાણ કરવાનું લાયસન્સ ન હોવા છતા અન્ય લોકોને વેચાણ અર્થે રાખતા હોય એસ. ઓ. જી. પોલીસે દરોડા પાડ્યા હતા. નવા શુકલતીર્થ કરજણ ગામ જવાના રોડ ઉપર તબેલાવાળા શેડમાં ચલાવાતા ખાતર કૌભાંડ ઉપર SOG ની ટીમ ખેતી અધિકારીઓને લઈ ત્રાટકી હતી. શેડમાં આડસ વચ્ચે સરકારી સબસીડીવાળા ખાતરમાં ચોથા ભાગનું મીઠું ભરી નવા પેકેજમાં ભરી ઉધોગોને વેચવાનું ચાલતું કાંડ બહાર આવ્યું હતું. સરકારી સબસીડીવાળું ખાતર અંકલેશ્વરની ચિંતન એગ્રોમાંથી આરોપી હેમંત 1700 માં બોરી ખરીદી તેમાં મીઠું ભેળવી પોટેશિયમ ક્લોરાઇડના પેકેજિંગમાં ₹2000 માં ભાવનગરના જયરાજ નામના શખ્સને વેચતો હતો.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના દરોડામાં ખાતરની બોરી નંગ 224 કિં. રૂ 6,16,000 તથા ખાતર તથા મીઠુ મિક્ષ કરેલ બોરી નંગ 29 કિં. રૂ 79,750 ના મુદામાલ સાથે ઝડપી પાડી નબીપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
સરકારી સબસીડીવાળા રાસાયણિક ખાતરને ઔદ્યોગિક એકમને વેચાણ કરતાં આરોપીની ધરપકડ કરતી એસ.ઓ.જી ભરૂચ
Advertisement