Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મોહૂઢલા -કાસદ ગામની સીમમાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર

Share

ભરૂચ તાલુકાના મહુઢલા-કાસદ ગામની સીમમાં ગત રોજ બે મહિલાઓના મૃતદેહ પડ્યા હોવાની માહિતી ભરૂચ તાલુકા પોલીસ મથકે મળી હતી, જે બાદ તાલુકા પોલીસના કર્મીઓ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી જે દરમ્યાન નજીકના ખેતરમાં બે મહિલાઓ મૃત અવસ્થામાં પડેલ હોવાનું નજરે પડતા પોલીસ દ્વારા બંને મહિલાઓની પ્રથમ ઓળખ વિધિ હાથધરી હતી.

ભરૂચ રૂરલ પોલીસની તપાસમાં બંને મૃતક મહિલાઓ માતા – દીકરી હોવાનું સામે આવ્યું હતું અને તેઓ ભરૂચના જ્યોતિનગર પાસે આવેલ મહાદેવનગર વિસ્તારના હોવાનું સામે આવ્યું હતું, જેમાં મૃતક કાંતાબેન ભીખાભાઈ મિસ્ત્રી ઉ.વ 64 તેમજ તેઓની દીકરી ઈલાબેન ભિખાભાઈ મિસ્ત્રી ઉ.વ 41 નાઓ હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને મહિલાઓ અસ્થિર મગજની હોય તેઓ ગત તારીખ 16-02-2023 ના રોજ ઘરેથી નીકળીને ગયા હતા હતા જે બાદ તેઓ ઘરે પરત ફર્યા ન હતા અને ત્યારબાદ ગત રોજ તેઓની લાશ કાસદ ગામની સીમમાંથી મળી આવતા પોલીસે બંને મૃતદેહનો કબ્જો લઈ તેઓની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન ખાતે આજે સરપંચની ચુંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઇ.

ProudOfGujarat

આમોદ કોંગ્રેસ મા રાજકીય ભુકંપ-નગર પાલિકા ના સદસ્યોએ આપ્યા રાજીનામાં-કોંગ્રેસ માં કકળાટ.

ProudOfGujarat

ભરૂચ સિટી ‘બી’ ડીવીઝનમાં વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!