Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત નબીપુર કુમાર શાળા ખાતે કેમ્પ યોજાયો.

Share

રાજ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામાની મહત્વની યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો અમલ આ વર્ષેથી જ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ ધોરણ 7, 8 અને 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નબીપુર પોલીસ દ્વારા વિવિધ તાલીમ આપવામાં આવી રહી છે.

સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના 44 સિન્યર અને 44 જુનિયર વિદ્યાર્થીઓને નબીપુર કુમાર અને કન્યા શાળા ખાતે તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને 4 ઈન્ડોર તાલીમ અને 4 આઉટ ડોર તાલીમ આપવામાં આવી રહી છે. અને વર્ષ દરમિયાન 3 શિબિરનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ થકી વિદ્યાર્થી સર્વાંગી વિકાસ થશે. કાયદો, સન્માન, ક્ષમતા, શિસ્ત, આદર્શ, જેવા ગુનો સૂચના કરવામાં તાલીમ મહત્વની બની રહેશે. કુટુંબ, સમાજ, દેશ, પર્યાવરણ જવાબદારી કહેવાય, યુવાનો કાયદાનું પાલન કરે, યુવાન સમાજ સેવા કરતા થાય, માનસિક અને શારીરિક રીતે મજબૂત બને, એ હેતુથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે.

સ્ટુડન્ટ પોલીસ કેડેટ ફિલ્ડ વિઝિટ કરી વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ પણ કરશે તેમ પણ જણાવ્યું આવ્યું છે આ 2 દિવસીય કાર્યક્રમમાં ધોરણ 7, 8 અને 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નબીપુર પોલીસ મથકના પી.એસ.આઈ કે.એમ.ચોધરી તેમજ પોલીસ મથકના સ્ટાફ અને શાળામાં શિક્ષકોએ મળી વિદ્યાર્થીઓને તાલીમ પૂરી પાડી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

શિયાળાની ઋતુનાં પ્રારંભ થતાં જ લીલા પોંકની સીઝન શરૂ થઈ જાય છે હાઈવેની આજુબાજુ પોંકની હાટડીઓ ધમધમી ઉઠે છે.

ProudOfGujarat

નલિયાએ સૌથી વધુ ઠંડુગાર રહેવાનો રેકોર્ડ તોડ્યો, ૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે થીજી ગયું

ProudOfGujarat

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં લગ્નની લાલચ આપી યુવાન અને તેના પરિવારજનો પાસેથી ઠગ ટોળકીએ નાણાં પડાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!