Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ તિલક મેદાન ખાતે વેરાઈમાતા મંદિરના પટાંગણમાં બરફનું શિવલિંગ બનાવી મહાશિવરાત્રીની ઉજવણી કરાઇ.

Share

આમોદ તિલક મેદાન ખાતે વેરાઈ માતા મંદિરના પટાંગણમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા બરફના શિવલિંગ બનાવવામાં આવતા નગરજનો તેમજ આસપાસના ગ્રામજનોએ દર્શનનો લાભ લીધો હતો.શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવના અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ,પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ કરજણ કેન્દ્રના સંચાલિકા દીપિકા દીદી,આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ,આમોદના અગ્રણી મુકેશભાઈ જાદવ સહિતના લોકો ઉપસ્થિત રહયા હતાં.બરફના શિવલિંગનું ધારાસભ્ય ડી. કે.સ્વામીના હસ્તે રીબીન કાપી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરજનો સાથે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પણ ભગવાન શિવની આરતી ઉતારી હતી અને શિવ દર્શનનો લાભ લીધો હતો. શિવ અવતરણ દિવસ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. તેમજ નગરજનોને બરફના શિવલિંગના દર્શનનો લાભ લેવા જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

લીંબડીમાં અલગ-અલગ જગ્યાએ રિક્ષા પલ્ટી ખાતા બે ના મોત.

ProudOfGujarat

વાલિયા તાલુકાના વાંદરિયા ગામ ખાતેથી કદાવર દીપડો વન વિભાગે મુકેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોમાં હાશકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!