ભરૂચ પંથકમાં આજે મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિવિઘ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભકતોએ અભિષેક તેમજ અન્ય પૂજા કરી હતી. માં નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામા ભકતો ઉમટી પડયા હતા. ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રી પર્વ પર સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા. શિવ અને શક્તિનું મિલન એટલે મહાશિવરાત્રી. આજે મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દૂધ, બિલીપત્ર, કાળા મગ સહિત પૂજાની સામગ્રી લઈ મહાદેવને આજે રિઝવાના પ્રયાસો કર્યા હતા. નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે ચાર પ્રહરની પૂજામાં શિવ ભક્તોએ દર્શનના લ્હાવો લીધો અને મહાપ્રસાદી પણનો લાભ લીધો હતો. નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તોની મોટી કતારો જોવા મળી હતી. ભરૂચ પંથકમાં હનુમાનજીના મંદીર ખાતે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
મહાશિવરાત્રીના પાવન પર્વના દિવસે શ્રી કષ્ટભંજન દેવ કબીરપૂરા ખત્રીવાડ ભરૂચ ખાતે કૈલાશમાં શિવજી રૂપી દિવ્ય શણગારનુ દ્રશ્ય ખડુ કરવામાં આવ્યું છે જેના દર્શન સવારે 06:00 કલાકથી બપોરે 1:00 તથા સાંજે 04:00 થી રાત્રે 011:સુધી કરી શકાશે. તેમજ સાંજે 6:30 કલાકે સંધ્યા આરતી તથા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ નગરના દત્ત મંદિર અને અન્ય મંદિરો ખાતે ઘી ના કમળ તૈયાર કરવામાં આવ્યા હતા. ભરૂચ પંથકમાં આવેલ વિવિઘ ભોલેના મંદિરો ખાતે ખાસ ભાંગનુ વિતરણ કરવામાં આવ્યું હતું જે માટે મંદિરો ખાતે ભાંગ તૈયાર કરવામાં આવી હતી.
ભરૂચના શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઇ.
Advertisement