મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડમાં મુન્શી પ્રીમિયર લીગ સીઝન -૧ દ્વારા ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં ભરૂચની જુદી જુદી ૮ જેટલી શાળાઓ એ ભાગ લીધો હતો. જેમાં મુન્શી ક્રિકેટ એકેડેમી ટીમ અને કંથારિયા ક્રિકેટ ટીમ વચ્ચે સીઝન બોલ વડે ફાઈનલ મેચનું આયોજન થયું હતું. આ મેચમાં મુન્શી ટ્રસ્ટના વાઇસ ચેરમેન જનાબ હારૂનભાઈ પટેલ તેમજ મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ, કમિટી મેમ્બર સલીમભાઈ અમદાવાદી તથા વિદેશથી પધારેલા સિરાજભાઈ, મોહમદ હુસેનભાઇ, અજીજભાઈ મતાદાર, યુસુફભાઈ મિર્ઝા તથા ટ્રસ્ટના સી.ઇ.ઓ. સૂહેલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
મેચના અંતે બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, રનર્સઅપ ટીમ અને વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં મુન્શી સ્પોર્ટ્સ એકેડેમી ટીમનો વિજય થયો હતો. મેચના અંતે લુકમાનભાઈ દ્વારા આભાર વિધિ કરી પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.
ભરૂચ : મુન્શી સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડમાં મુન્શી પ્રીમિયર લીગ સીઝન -૧ દ્વારા ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ યોજાઇ.
Advertisement