Proud of Gujarat
FeaturedGujaratINDIA

આગામી તા. ૧૯ ના રોજ મુખ્યમંત્રીની મુલાકાતને અનુલક્ષી ઝગડીયા ખાતે કલેક્ટ એ સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા બેઠક યોજી

Share

આગામી તા.૧૯ ફેબ્રુઆરી, રવિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના ઝગડીયા પાસે દિવ્યાંગો માટેના વૃધ્ધાશ્રમનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે ઝગડીયા ખાતે કલેક્ટર તુષાર સુમેરાએ સ્થળ મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ કલેક્ટર તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, જાહેરસભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે જિલ્લા એન.આર.ધાધલએ મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોશી,નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાધલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ખેડા કેમ્પ પાસે શ્વાનને બચાવવા જતા બસ રોડની સાઈડમાં ઉતરી, મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

સચિન બંસલના નાવી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડે એનએફઓમાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ મેળવ્યું : ફંડનો ખર્ચ ગુણોત્તર સૌથી ઓછો છે, આ ફંડ હવે સબ્સ્ક્રીપ્શન્સ માટે ખુલ્યું.

ProudOfGujarat

લખતર ખાતે વિશ્વકર્મા સત્સંગ કથા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!