આવનાર તારીખ 17 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી શિવ દર્શન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે મેળાની તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે જેનું નિરીક્ષણ કરતા ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટરના ઇન્ચાર્જ પ્રભાદિદિ પન્નાદીદી ટીકુદીદી સહિતની સમર્પિત બહેનોએ આજે મેળાની સ્થળ મુલાકાત લીધી હતી.
ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી પર્વ પર લોકોને શિવ સંદેશ પાઠવવા માટે અનેક પ્રકારના આયોજન કરાતા હોય છે ત્યારે આ વર્ષે ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ તુલસીધામ ખાતે શિવ દર્શન મેળાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં બાર જ્યોતિર્લિંગ દર્શન 15 ફૂટ ઊંચું શિવલિંગ સાથે જ બાળકો માટે વેલ્યુસ ગેમ અને રાજીયોગ શિબિર તથા રોજ સાંજે 6:30 કલાકે મહા આરતીનું પણ આયોજન કરેલ છે.
શિવ દર્શન મેળો આવતીકાલે 17 ફેબ્રુઆરી થી 23 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે રોજ સવારે 7 થી 10 અને સાંજે 4:00 થી 10 મેળાના દર્શન લોકો કરી શકશે તથા રોજ મેળામાં સાંજે 6:30 કલાકે ભવ્ય મહા આરતીનું પણ આયોજન કરેલ છે જેમાં જિલ્લાભરના મહાનુભાવો આ મહા આરતીમાં ભાગ લેશે તથા આ મેળા દરમિયાન રાજયોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે શિબિર તારીખ 20, 21, 22, 23 ફેબ્રુઆરીના રોજ રોજ સવારે 6 થી 7 કલાકે અને સાંજે 4 થી 5 કલાકે તથા રાત્રે 7.30 કલાકથી આ 8.30 કલાક સુધી રાજયોગ શિબિરનો પણ લોકો લાભ લઈ શકશે. આ મેળામાં આવનાર તમામ લોકોને શિવ દર્શન થશે એક સાથે જ બાર જ્યોતિર્લિંગના દર્શન પણ થશે.
આ મેળો કરવાનું ખાસ ઉદ્દેશ છે એ જ છે કે લોકોમાં પરમાત્મા પ્રત્યે જાગૃતિ આવે પરમાત્મા કોણ છે પરમાત્માનો પરિચય અને પરમાત્માના સ્વરૂપોનું વર્ણન આ મેળામાં કરવામાં આવ્યું છે.
આવતીકાલે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ સાંજે 6:30 કલાકે આ મેળાને ખુલ્લો મુકવામાં આવશે તો આ પ્રસંગે સમગ્ર ભરૂચ જિલ્લાવાસીઓને મેળાનો લાભ લેવા બ્રહ્માકુમારી પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.