Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં શ્રી મોતીલાલ જાદવ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્લાસ્ટીક સર્જરી કેમ્પ તા.૨૫ અને 26 ફેબ્રુઆરી એ યોજાશે.

Share

શ્રી મોતીલાલ જાદવ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ૨૪ માં મફત પ્લાસ્ટીક સર્જરી કેમ્પનું આયોજન તા.૨૫-૨-૨૩ ના શનિવાર અને ૨૬-૨-૨૩ ના રવિવારે ડો.એચ.એચ.ગઢવી ઋષભ સર્જકલ હોસ્પિટલ શાલીમાર કોમ્પલેક્ષ સ્ટેશન રોડ ભરૂચ ખાતે કરવામાં આવેલ છે.

મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પમાં અમદાવાદના અનુભવી ડો.પી.કે.બિલવાણી અને ડૉ.કેતન પરમાર સેવા આપશે. આ કેમ્પમાં જન્મજાત ખોડ જેવી કે જોડાયેલી આંગળીઓ, કપાયેલા હોઠ, ફાટેલુ તાળવુ, જનનાંગોની ખોડ દાઝવાથી થતી ખોડ, ચહેરા પરના ડાઘ, કાન, નાક સુડોળ કરવાની સર્જરી તેમજ અન્ય કોઈપણ પ્રકારની સર્જરીના ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પમાં દર્દીની તપાસ અને ઓપરેશન તેમજ ઓપરેશન માટે બેહોશ કરવાની સેવા અને લેબોરેટરી તપાસ આ ઉપરાત દવા, ગોળી, ઈન્જેકશનથી માંડી ડ્રેસીંગ વગેરે તમામ સેવા મફત આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા ડો. એચ એચ ગઢવી ઋષભ સર્જીકલ હૉસ્પિટલ શાલીમાર કોમ્પલેક્ષ સ્ટેશન રોડ ભરૂચ, ડો. કૌશલ પટેલ વેદાંત હોસ્પીટલ ફલશ્રુતિ નગર ભરૂચ અથવા ડો. મોહસીન પાલેજવાળા લકી મેન્શન મહમદપૂરા ભરૂચનો સંપર્ક સાધવા જણાવાયુ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં હસ્તે હાલોલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોનું લોકોર્પણ.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ.એકેડમી નાની નરોલી ખાતે INTER HOUSE SCIENCE QUIZ COMPETITION-2022 યોજાઈ.

ProudOfGujarat

ડાંગ-એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી આહવાના કરાડીઆંબા ગામ પોતાના ઘરે પહોંચી સરિતા ગાયકવાડ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!