ભરૂચ જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ.
ભરૂચ જીલ્લા તલાટી મંડળના પ્રમુખ ભરત મિશ્રા અને મહામંત્રી ઓમકારસિંહ રણા ની આગેવાનીમા ભરૂચ જીલ્લા કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ આવેદન પત્ર મા જણવાયુ હતુ કે તલાટી કમ મંત્રી ( પંચાયત ) ને પગાર ધોરણ ઉચત્ત પગાર ધોરણમાં ઘણા વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે તે દુર કરવા માંગ કરવામા આવી હતી તેમજ બળતીની તકો પણ ઓછી હોવાનુ જણાવાયુ હતુ. વિવિધ ઠરાવોનો ઉલ્લેખ કરી તથા તલાટી કમ મંત્રીને પગાર ધોરણમાં થતા અન્યાયને દુર કરવા માંગળી કરવામાં આવી હતી આ ઉપરાંત સર્કલ ઈન્સેકટરની જગ્યા વિસ્તરણ અધિકારી ( પંચાયત ) માં ઉપગ્રેડ કરવામાં આવી જેનો અર્થતંત્ર દ્વારા એવો કરવામાં આવે છે કે તલાટી કમ મંત્રી ને પ્રથમ બળતી વિસ્તરણ અધિકારી પંચાયતમાંજ મળે જે સમજુદીદ દુખદ હોવાનુ આવેદન પત્ર માં જણાવાયુ છે તમેજ ફીક્સ પગારથી બળતી થઈ કર્મચારીઓની સને વર્ષ ૨૦૦૬ થી સેવા સળંગ ગણવામા આવે છે પરંતુ વર્ષ ૨૦૦૪ માં પણ આવી ભરતી કરવામાં આવી હતી. તેમને અન્યાય થઈ રહ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં તલાટીઓ ની ભરતી કરવામાં આવી ત્યારે તેઓને કરવાની કામગીરી અંગે જોબ ચાર્ટ બનાવેલ તે કામગીરી આજદીન સુધી તેઓ કરતા નથી તે અંગે પણ આવેદન પત્રમાં રજુઆત કરાઈ છે. સરકારના ફીક્સ પગારા થી ભરતી થયેલ તલાટી કમ મંત્રીને પ્રથમ પાંચ વર્ષ કોઈ લાભ મળતા નથી તે અંગે તમેજ જુની પેન્સન નીતી ફરી લાગુ કરવા આવેદન પત્રમા રજુઆત કરાયેલ છે.