ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ તેમજ વર્તમાન સરકારના સહયોગથી મકાન અને અન્ય બાંધકામ કામગીરી સાથે સંકળાયેલ શ્રમયોગી ઓના આરોગ્યને ધ્યાનમાં રાખી ધનવંતરિ આરોગ્ય રથ (મોબાઇલ વાન ) ની યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લા માટે ચાર નવા અધ્યતન સુવિધાઓથી સજ્જ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાને ફાળવવામાં આવ્યા છે.
આ રથમાં મેડિકલ સ્ટાફ તેમજ અન્ય આયોજન GVK EMRI દ્વારા કરવામાં આવનાર છે, આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાગણમાં કલેકટર તુષાર સુમેરા દ્વારા આ રથનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement