Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઝઘડાની અદાવતે માતાની સામે પુત્રની કરપીણ હત્યા કરાઇ.

Share

ભરૂચ નગરમાં દીકરાની માતાની સામે કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો. આ કરપીણ હત્યાના બનાવ અંગે વિગતે જોતાં વાવ ફળીયામાં અગાઉના ઝઘડાની અદાવતે બાજુમાં જ રહેતું દંપતી અને તેમના ત્યાં આવેલ અન્ય દંપતી એમ બન્ને દંપતી યુવાન ઉપર તૂટી પડ્યા હતા. અને માથાના ભાગે લાકડીનો સપાટો ઝીંકી દેતા યુવક જમીન ઉપર ઢળી પડ્યો હતો અને જોતજોતામાં તેનુ મોત નિપજ્યું હતુ. આ હત્યાના બનાવ અંગે માતાએ બી ડિવિઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે પુત્રની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

ભરૂચ નગરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા લીમડી ચોક વિસ્તારમાં વાવ ફળિયામાં પાડોશી દંપતી અને તેમના ત્યાં આવેલા મહેમાન દંપતીએ માતાની નજરો સામે પુત્રને લાકડીના સપાટા મારી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. એલીશ જિન નજીક વાવ ફળિયામાં 56 વર્ષીય વિધવા મહેન્દ્રકોર ગોસાઈ તેમના નાના પુત્ર 34 વર્ષીય ગોવિંદ ઉર્ફે છોટુ સાથે રહેતા હતા. માતા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે જ્યારે નાનો પુત્ર ભંગાર ઉઘરાવવાનો ધંધો કરતો હતો. ગતરોજ સોમવારે રાતે આ હત્યાનો બનાવ બન્યો હતો એકાએક ઝઘડાનો અવાજ આવતા મહેન્દ્ર ઘરમાંથી બહાર નીકળતા તેમના દીકરાને પાડોશી બળવંત વણકર તેની પત્ની કલ્પનાબેન અને તેમના ત્યાં આવેલા રમણભાઈ પરમાર અને તેમની પત્ની મણીબેન માર મારતા હતા. પુત્રને છોડાવવા જતા માતાને પણ આ ચાર લોકોએ માર માર્યો હતો. દરમિયાન ગોવિંદને બળવંતભાઈએ માથામાં લાકડાનો સપાટો ઝીંકી દેતા તે જમીન ઉપર પડી ગયો હતો. તે બાદ પણ આ પાડોશી દંપતી અને તેમના ત્યાં આવેલા મહેમાને યુવકને માર મારવાનું ચાલુ રાખતા. માતાએ બુમરાણ મચાવતા બાજુમાં જ રહેતા મોટા દીકરાની પત્ની અને પૌત્ર દોડી આવ્યા હતા. જમીન ઉપર ઢળી પડેલા પુત્ર ગોવિંદને રીક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માતાએ પાડોશી દંપતી સહિત તેમના ત્યાં આવેલા મહેમાનો સામે પુત્રને માર મારી મોત નિપજાવવાની ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સહયોગ હોટલ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર ફોરવીલ ગાડી ને ટેમ્પોની ટક્કર વાગતા ફોરવિલ ગાડી ડીવાઈડર ઉપર ચડી.ડ્રાઇવર શહીદ પરિવારજનોનો બચાવ…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આગામી તા.૨ ને સોમવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર એ ઝઘડીયા સેવારૂરલને ૨૦૦ ધાબળા આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!