જમ્મુ કશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાયેલ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ઓલ્મપિક ગેમ-૨૦૨૩ ની ત્રીજી આવૃત્તિ ૧૦ મી ફેબુઆરીથી ૧૪ મી ફેબુઆરી યોજાઈ હતી. આ સ્પર્ધામાં દેશ તરફથી જુદા- જુદા ૧૮ રાજ્યોના ખેલાડીઓએ ખેલો ઈન્ડીયા નેશનલ વિન્ટર ગેમમાં ભાગ લીધો હતો. આજરોજ ગુલમર્ગ ખાતે સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.
આ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ભરૂચના નેત્રંગની આઈસ ગર્લના સબળ નેતૃત્વએ ગુજરાતની ટીમને સુવર્ણ પદક અપાવ્યો છે. જ્યારે સિલ્વર પદક રાજસ્થાનની ટીમને, બ્રોન્ઝ-૧ પદક દિલ્હી તથા બ્રાન્ઝ-૨ પદક તામિલનાડુની ટીમને એનાયત કરવામાં આવ્યો હતો. ટીમ ગેમ વુમન” માં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાએ સિનિયર ગર્લની ટીમને નેતૃત્વ પુરૂં પાડ્યું હતું. જેમાં સુરતની સીમરન અગ્રવાલ તથા વિશ્વા તેમજ તાપી જિલ્લાની ખ્યાતિ ગામીતનો પણ સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગની આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવાના નેતૃત્વમા ગુજરાતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો.
Advertisement