ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચ જિલ્લાના માંચ ગામ નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત તરફ લાકડાના પાટિયા ભરીને જઈ રહેલા એક ટ્રેલર પાછળ ટાઇલ્સ ભરેલી ટ્રક કોઈ કારણોસર ઘૂસી જતા અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
લગભગ વરેડિયાથી સાંસરોદ ગામ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અકસ્માતની જાણ થતા એન એચ આઇ એ ના કર્મીઓ તેમજ પાલેજ પોલીસ, ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાયા હતા. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં ટ્રકના આગળના ભાગને ભારે નુક્સાન થવા પામ્યું હતું.
યાકુબ પટેલ, પાલેજ