ધરણા કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં ખેડુત હીતરક્ષક દળ અને પાસના કાર્યકરો જોડાયા…
ભરૂચના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ડૉ . બાબા સાહેબ આંબેડકર ની પ્રતીમા પાસે ખેડુત હીતરક્ષક દળ અને પાસના કાર્યકરો દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો . ખેડુતોના દેવા માફ કરવા અંગે તેમજ પાટીદાર સમાજ ને અનામત આપવા અંગે આ મરણાંત ઉપવાસ કરનાર હાર્દીક પટેલના સમર્થનમાં આ ધરળા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જણાવાયુ હતુ કે ખેડુતોના દેવા માફી અને પાટીદાર અનામત મુદ્દે આ મરણાંત ઉપવાસ કરનાર હાર્દીક પટેલના ઉપવાસનો આજે ૧૩ મો દિવસ છે ત્યારે ખેડુત હીતરક્ષદળ અને પાસ ના સંયુક્ત ક્રમે ભરૂચ ખાતે રામધુન અને પ્રતિક ઉપવાસનો કાર્યક્ર્મ યોજવામા આવ્યો હતો.આ કાર્યક્રમમા સરકારની ખેડુત વિરોધી અને પાટીદાર અનામત વિરોધી રીતીનીતી સામે વિરોધ વ્યક્ત કરી સુત્રોચાર કર્યા હતા ખેડુતો મોઘી ખેતી ના પગલે દેવાદાર બનતા જાય છે, તેમ જણાવી “ “ ખેડુતોના દેવા માફ કરો નહીતર ભાજપને સાફ કરો “ ના નારા પોકારવામાં આવ્યા હતા. આ સાથેજ પાટીદાર અનામત અંગે ઉપવાસ પર ઉતરેલ હાર્દીક પટેલ અંગે ભારતની ચારે દીશા માથી તેમજ વિવિધ સમાજના બુધ્ધીજીવીઓ અને આગેવાનોએ હાર્દીક પટેલની તબીયતની ચીંતા કરી પારણાની અપીલ કરી પરંતુ હીંન્દુત્વના સહારે પક્ષની રાજકીય જમીન ફળદ્રુપ બનાવનારા કોઈ હિદુ યુવાનની ખબર પુછવા ન આવ્યા હાર્દીકના જીવનની ચીંતા કરવા અંગે પણ સરકાર તૈયાર નથી તેથી તેના સ્વાસ્થની તંદુરસ્તી માટે એના સમર્થનમાં ખેડુત હીતરક્ષકદળ અને પાસ ના આગેવાનોએ રામધુન સાથે પ્રતિક દળના ઉપવાસ કર્યા હતા .