ભરૂચ ડિસટ્રિક્ત મેનેજમેન્ટ એશોશિયેશન BDMA નાં ઉપક્રમે તા.10-11 ફેબ્રુઆરી નાં રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિય સ્તરના 9 માં નેશનલ મેનેજમેન્ટ કનવેન્શનને દેશભરનામાંથી આવેલા 32 જેટલા ખ્યાતનામ વક્તાઓએ સંબોધિત કર્યા હતા. ” અધિવેશનનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના ભૂતપૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી અને ભરૂચના ભૂતપૂર્વ કલેકટર અને પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી અરવિંદ અગ્રવાલ, રિલાયન્સનાં ગ્રુપ પ્રેસિડેન્ટ વી.વી. સૂર્યરાવ, આદિત્ય બિરલા ગ્રૂપનાં ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર કલ્યાણ રામ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમરા IAS વગેરે મહાનુભાવોએ અભૂતપૂર્વ પ્રવચનો થકી વિશ્વ માં ભારતની ભૂમિકા અંગે વાત કરી હતી.
“સાથે મળીને સારી આવતીકાલ માટે, વૈશ્વિક પડકારો માટે સજ્જ થઈએ ” વિષય ને કેન્દ્રમાં રાખીને ‘ લીડરશિપ ગ્લોબલ ચેલેન્જીસ ઈન ટાઇમ ઓફ પોલિટિકલ ટર્મોઇલ’ સેશનને હયુબેક ઇન્ડિયાનાં ચેરમેન રવિં કપુર, દીપક નાઇટ્રેટનાં મૌલિક મહેતા અને લુપીનનાં પૂર્વ વીપી સતીશ ખન્ન l, અને ગુજરાત ફ્લોરોનાં સનતકુમાર દ્વારા રશિયા યુક્રેન, કોવિડ અને બદલાતી જતી સ્થિતિમાં નેતૃત્ત્વની કુશળતા અંગે વિસ્તૃત રૂપરેખાઓ આપી હતી.
અધિવેશનનાં ઉદઘાટન સમારોહમાં BDMA તથા ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે બન્ને સંસ્થાઓ દ્રારા ટ્રેનિંગ કાર્યક્રમો યોજીને અકસ્માતો કેવી રીતે ટાળી શકાય તે હેતુથી MOU કરવામાં આવ્યો હતો જે અંતર્ગત BDMA જ્ઞાન અને કૌશલ્યવર્ધક કાર્યક્રમોનું આયોજન કરી જાગરૂકતા ફેલાવવાના પ્રયત્નો હાથ ધરશે.
‘એનરજાઈઝિંગ ઇન્ડિયા : પાથ વે ટુ ગ્રીન ફ્યુચર’ અંતર્ગત રિલાયન્સ પ્રેસિડેન્ટ શૈલેષ નિગમ, સરકારી નવરત્ન સાહસ એન્જિનિયરિંગ ઇન્ડિયાના ડિરેક્ટર રાજીવ અગ્રવાલ તથા અપ્રાવા એનર્જીનાં સીઇઓ અભય પોટદાર અને અદાણી એનર્જી નાં શ્રમિક મહેતા એ એનર્જી ક્ષેત્રે, રીન્યુએબલ એનર્જી સોલાર, વિંડ, તેમજ ગ્રીન હાઈડ્રોજન, ૨ જી અને ૩ જી એથનોલ ક્ષેત્રે દેશભરમાં થઈ રહેલા સંશોધનો અને ભાવિ રૂપરેખા આપી હતી.
‘આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેક્નોલોજીસ’ નાં તસેશનમાં બેંગ્લોરની જીએઆઈએનાં ચેરમેન ડૉ. સુમિત ચૌધરીએ , સિમેન્સ ઇન્ડિયાના હેડ સૌરવ ઘોષ, સસ્કેન ટેકનોલોજીનાં વાઈસ પ્રેસિડેન્ટ સ્વામી ક્રિષ્નન, નેટવેબ સોફ્ટવેરનાં CEO મૌલિક ભાનુંસાલી અને ABB ઇન્ડિયાના મંગેશ નવરંગે વગેરે વક્તાઓ એ ક્ષતિ વિના ના ઉત્પાદનો મા ડિજિટલ ટેકનોલોજીની મહત્તા અંગે માર્ગદર્શન આપ્યા હતા.
‘ESG : ચેલેંજીસ & ઑપોરચ્યયુનીટીસ – એન્વાયરનમેન્ટ, સોશિયલ અને ગવર્નનન્સ’ નાં વિષય પર CASI ઇન્ડિયાના કન્ટ્રી ડિરેક્ટર પરેશ શેઠ, UPL નાં ઇ ઍન્ડ એસ હેડ મૃત્યુંજય ચોબે તથા E&Y LLP નાં ડિરેક્ટર રવી રૂપારેલ અને ગ્રાસિમનાં સિનિયર પ્રેસિડેન્ટ આશિષ ગર્ગ એ પ્રેઝન્ટેશન કર્યું હતું.
‘અલાઈનિંગ લોકલ ચેલેંજિસ વિથ ગ્લોબલ કોમ્પેટીટિવનેસ’ માં UPL લિમિટેડનાં ડિરેક્ટર રાજ તિવારી, EV ટેકનોલોજીનાં રાજીવ રાવ તથા GNFC નાં વાય.એન.પટેલ અને અશોક પંજવાની ડિરેક્ટર બેઇલ એ વિષયને અનુરૂપ મુદ્દાઓ આવરી લીધા હતા. ‘ઇન્સ્પાયેરિંગ સ્ટોરીસ’ રસપ્રદ વિષયમાં અંબિકા સોલ્ટનાં પરાગ શેઠ, ગ્રેવિકા લેબ્સ નાં CEO નિખિલ કૌશિક અને તત્વ ચિંતન ફાર્માનાં અજયકુમાર પટેલ એ વિશિષ્ટ રીતે અનેક મુશ્કેલીઓમાંથી બહાર આવીને કેવી રીતે હરાળફાળ ભરીને એક મિશાલ ઊભી કરી તે અંગે વાત કરી હતી. સમગ્ર વિષય અંગે જાણીતા ઉદ્યોગપતિ કમલેશભાઈ ઉદાની એ સંચાલન કર્યું હતુ.
સમાપન સમારોહમાં ભરૂચના કલેકટર તુષાર સુમેરા અને પ્રેસિડેન્ટ – ફૂયૂચરીસ્ટીક સિટીઝન અને ડિરેક્ટર એન્જિનિયર ઇન્ડિયાનાં કરુણા ગોપાલ વર્તકવિની એ વૈશ્વીક પરિપ્રેક્ષ્યમાં ભારતના ઉદય અંગેનો ચિતાર આપ્યો હતો. બી ડી એમ એનાં પ્રમુખ હરીશ જોશી, કનવેન્શન ચેરમેન અશોક પંજવાણી અને કો. ચેરમેન આશિષ ગર્ગ, મેન્ટર સુનીલભાઈ પારેખનાં નેતૃત્વ માં BDMA નાં નેજા હેઠળ ભરૂચનાં આંગણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું જે ખૂબ જ ગર્વની વાત છે. ભરૂચને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવાની દિશામાં આ અધિવેશન એક મોટું કદમ છે એમ કલેકટર તુષાર સુમેરા એ જણાવ્યું. આ પરિસંવાદમાં દેશ અને રાજ્યમાંથી 300 જેટલા પ્રતિનિધિઓએ રસપૂર્વક સમગ્ર બે દિવસ ભાગ લીધો હતો. BDMA નાં વાઈસ પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર દ્વારા આભારવિધિ અને કાર્યક્રમનું સંચાલન યેશા શેઠ, ચૈતાલી ઠાકોરે અને અનીશ દ્વારા કરવામાં આવ્યું હતું.