ભરૂચના સુપર માર્કેટ વિસ્તારમાં ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ મોડી સાંજના સમયે સમગ્ર ઘટના ક્રમ સર્જાયો હતો જેમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ, લૂંટ, મારામારી જેવી ઘટનાને અંજામ અપાયો હતો, જે બાદ પોલીસે મામલે બે આરોપીઓ દિનેશ પાટણવાડિયા ઉર્ફે બબુલ તેમજ વિશાલ વસાવાને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા હતા, તેમજ અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, જે ઘટનાક્રમ બાદ કોર્ટે બંને આરોપીઓના જામીન જે તે સમયેનાં મંજુર કર્યા હતા.
સમગ્ર ઘટના ક્રમમાં બુટલેગરોની સીધી સંડોવણી એ શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી, તો ઘટનાને એક મહિનો વિતવા છતાં ઘટનામાં સામેલ અન્ય બે આરોપીઓની પોલીસે ધરપકડમાં ઢીલાશ દાખવી છે, દારૂના અડ્ડા મામલે કન્ટ્રોલ પર બાતમી કેમ આપે છે કહી ફરિયાદી તેમજ તેઓના મિત્રો સાથે ભરૂચનાં બસ ડેપો વિસ્તારમાંથી શરૂ થયેલ સમગ્ર ઘટના ક્રમમાં ત્રણ લોકો સાથે મારામારી અને અપહરણ લૂંટ મોબાઈલ તોડી નાખવા જેવી ગંભીર ઘટનાને બુટલેગરો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.
ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. નશાના વેપલાનું સેવન કરવા અનેક નશાખોરો આ વિસ્તારમાંમાં મેળો જમાવી બેસતા હોય છેઅને બિન્દાસ અંદાજમાં દારૂનું સેવન કરતા હોય છે, જે બાદ આ વિસ્તારમાં અવારનવાર અસામાજિક પ્રવૃતિઓ તેમજ મારામારી જેવી ઘટનાઓ સર્જાઈ રહી છે, શહેરની વચ્ચે જ ચાલતા આ પ્રકારની દુષણ સમાન સ્થિતિ મામલે જાગૃત નાગરિકોમાં પણ રોષની લાગણી છવાઈ છે.
આખરે આટલી ગંભીર ઘટનાઓમાં સામેલ ફરાર બંને ઈસમોને પોલીસ પકડી કેમ નથી રહી તે બાબત પણ આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, ઘટનાને અંજામ આપનારા અપરાધિક તત્વો શું અન્ય કોઈ ઘટનાને અંજામ આપે તેની પોલીસ વિભાગ રાહ જોઈ રહ્યું છે તેવી અનેક ચર્ચાઓ મામલે જામી છે, ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ વિભાગ આખરે આ ફરાર તત્વોને ક્યારે ઝડપી પાડે છે.
– બિન્દાસ ચાલતા આ દારૂના અડ્ડાઓ મામલે આખરે પોલીસની કેમ ઢીલાશ
ભરૂચ જિલ્લામાં નશાના વેપલા સામે જ્યાં એલ તરફ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ગંભીરતા દાખવી છે તો બીજી તરફ આજજે પણ ઇન્દિરાનગર સહિતનાં કેટલાય વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, આખરે આ પ્રકારનાં તત્વો સામે કોના આશીર્વાદ હોઈ શકે તે બાબત પણ તપાસનો વિષય છે, ત્યારે જિલ્લા પોલીસ વડા મામલે સીધી તપાસ કરાવે તે અત્યંત જરૂરી જણાઈ છે.
– ભરૂચ એ ડિવિઝન પોલીસની હદમાં આવેલ વિસ્તારમાં છતાં પોલીસ દરોડા પાડવામાં નિષ્ફળ કેમ..
આ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવે છે, અહીંયા 24 કલાક દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે, છતાં પોલીસ મથકનાં જાંબાઝ કહેવાતા પી.આઈ તેમજ ડી, સ્ટાફનાં શક્તિસિંહ અને અજય સિંહની નજર સુધી કેમ વાત નથી પહોંચતી, કે કેમ તેઓ અહીંયા દરોડા નથી પાડી રહ્યા, તે બાબતે પણ સવાલો ઉભા કર્યા છે, તો બીજી તરફ લોકલ ક્રાઇમ બ્રાંચ પણ આટલા મોટા પ્રમાણમાં મીની દમણ જેવા વિસ્તારમાં જતા કેમ અચકાઈ રહી છે તે બાબત પણ ચર્ચાનો વિષય છે.
– એસ.પી ડો, લીના પાટીલ દ્વારા ભરૂચનાં આ કહેવાતા મીની દમણ વિસ્તારની સ્થળ મુલાકાત લેવાની જરૂર
તાજેતરમાં જ તાડપત્રીની આડમાં ભરૂચ કોલેજ રોડ પર ઝુંપડાઓમાં દારૂના વેચાણ મામલે પોલીસે દરોડા પાડી બુટલેગરોની ધરપકડ કર્યા બાદ ત્યાંનાં તમામ ઝુંપડાઓને તોડવામાં આવ્યા હતા, તો ઇન્દિરાનગર વિસ્તારમાં પણ વર્ષોથી તાડપત્રીઓ બાંધી બિન્દાસ અંદાજમાં દારૂના વેચાણથી લઈ સેવન સુધીની પ્રવૃતિઓ ચાલી રહી છે, તો શું ત્યાં પણ આજ પ્રકારે દરોડા પાડી પોલીસ કાર્યવાહી ન કરી શકાય તેવી લોક માંગ ઉઠી રહી છે.