ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો અને જુગાર જેવી બે નંબરી પ્રવુતિ કરતા તત્વો સામે પોલીસ વિભાગે સતત લાલાઆંખ કરી છે, જિલ્લામાં સત્તા બેટિંગ, જુગાર, દારૂ ઝડપાવવાનાં બનાવો સતત સામે આવી રહ્યા છે, તેવામાં પોલીસનાં વધુ એક સફળ દરોડામાં હજારોના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરનાં સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં એસ.ટી ડેપોની દીવાલને અડીને આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસરનો પાના -પત્તા વડેનો હાર-જીતનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસનાં દરોડા દરમ્યાન જુગાર રમી રહેલ (1) ચેતન અરવિંદભાઈ રાવળ -રાવળીયા ટેકરો -ધોળીકુઇ ભરૂચ (2) ઈરફાન મોહમ્મદ હનીફ શેખ રહે, સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે, ભરૂચ (3) સની રમણભાઈ વસાવા રહે, ઇન્દિરા નગર, ઝુંપડ પટ્ટી, ભરૂચ નાને રોકડા રૂપિયા 22,290 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
– ઇન્દિરા નગર ઝૂંપડપટ્ટી વિસ્તાર દારૂ -જુગારીઓ અને અસામાજિક તત્વોનાં દુષણનો અડ્ડો બન્યો
ભરૂચનાં સ્ટેશન રોડ વિસ્તાર પર આવેલ ઇન્દિરા નગર ઝુંપડ પટ્ટી વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જ્યાં એક તરફ ખુલ્લેઆમ નશાના વેપલાનું વેચાણ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તો બીજી તરફ છાશવારે મારામારી સહિત જુગારધામ ઝડપાતું હોવાનું સામે આવી રહ્યું છે તેવામાં આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપનારા તત્વો સામે પોલીસે કાયદાના પાઠ ભણાવી દુષણને દૂર કરવાની તાતી જરૂર જણાય છે.
– થોડા સમય પહેલા પણ અપહરણ-લૂંટ અને મારામારી જેવી ઘટનામાં આજ વિસ્તારના તત્વોની સંડોવણી સામે આવી હતી
ઇન્દિરા નગર વિસ્તારમાંથી ઉતરાયણના પર્વની મોડી સાંજે એક બાદ એક ત્રણ લોકો સાથે મારામરી કરી ચપ્પુની અણીએ તેઓને ટેરેશ પર લઈ જઈ ઉપરથી ફેંકી દેવાની ધમકીઓ આપી લૂંટને અંજામ અપાયો હતો, જે ઘટનામાં પોલીસે બે આરોપીઓને રંગે હાથ ઝડપ્યા હતા તો મામાલે હજુ ફરાર અન્ય બેની શોધખોળ છે, તેવામાં વધુ એકવાર ગેરકાનૂની પ્રવૃતિમાં આ વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.