ભરૂચ જિલ્લાના ઝઘડિયા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે વધુ વિગતે જોતાં ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ નાઓએ એલ.સી.બી.ના અધિકારી અને કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે મુજબ પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ એલ.સી.બી.ની ટીમ ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી મળેલ ખાનગી બાતમી આધારે ઝઘડીયા પો.સ્ટે.નાં ચોરીના ગુનાના આરોપી કિશનભાઇ મહેન્દ્રભાઇ વસાવા ઉ.વ .૨૯ રહે, રદેરી ગામ, નવી વસાહત તા – ઝઘડીયા જી – ભરૂચનો છેલ્લા એક વર્ષથી પોલીસ ધરપકડથી નાસતો ફરતો હોય જેને બાતમીના આધારે રદેરી બસ સ્ટેન્ડથી પકડી લઇ સી.આર.પી.સી, ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ઝઘડીયા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે, ઝઘડીયા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ચોરીના બનાવમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી
Advertisement