Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના સભાખંડમાં ઔદ્યોગિક પરિસંવાદ યોજાયો

Share

દહેજ, વિલાયત અને સાયખા જીઆઇડીસીમાં ઉદ્યોગોને પૂરક વાતાવરણ મળી રહે, લોકોના પ્રશ્નોના નિરાકરણ આવે અને ઔદ્યોગિક વિસ્તારનો માળખાગત વિકાસ થાય તેવા શુભ આશયથી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા અને ઉદ્યોગ મંડળના પ્રમુખો તથા ઉદ્યોગોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્કના સભાખંડમાં ઔદ્યોગિક પરિસંવાદ યોજાયો હતો.

ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાયેલ પરી સંવાદમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા, એસ.પી.ડૉ. લીના પાટીલ, દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડૉ. સુનિલ ભટ્ટ અને વિલાયત ઉદ્યોગ મંડળના પ્રમુખ આશિષ ગર્ગ સહિત વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે ઔદ્યોગિક વિસ્તારોના વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચાઓ હાથ ધરાઇ હતી.

પરિસંવાદમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રીએ ગુજરાતને શાંતિ અને સલામતી આપી છે એટલે દેશ વિદેશની કમ્પનીઓએ અહીં મૂડીરોકાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે કૃષિ ભારતનો આત્મા છે તો ઉદ્યોગો ભારતની કરોડરજ્જુ છે. ઉદ્યોગોમાં કોઈ ઇરાદાપૂર્વક અકસ્માત નથી કરતું પરંતું અકસ્માત થઈ જાયતો તેને પહોંચી વળવા આપણી પાસે અદ્યતન સંસાધનો હોવા જોઈએ. દહેજમાં આધુનિક સાધનોથી સજ્જ ફાયર સ્ટેશન ઉભું થાય તે માટે જીઆઇડીસી અને સરકારમાં રજૂઆતો કરી હતી. જેમાં સરકારે હકારાત્મક અભિગમ દાખવતા જમીન ફાળવી આપી હતી. રૂપિયા 25 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન ઉભું કરવાની જવાબદારી દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનને સોંપી હતી. પરંતુ ગમે તે કારણોસર કામગીરી અટકી હતી તેમ કહી ડીઆઈએ ના નવનિયુક્ત પ્રમુખ સુનિલ ભટ્ટને ફાયર સ્ટેશનનું કામ હાથ પર લેવા અપીલ કરી તેના માટે જ્યાં કહેવું પડે ત્યાં કહેવાની ખાતરી પણ આપી હતી. સાથે ધારાસભ્યએ દહેજમાં અદ્યતન હોસ્પિટલ બનાવવા તથા ભરૂચ દહેજ વચ્ચે મુખ્યમાર્ગની બાજુમાં રેલવે ટ્રેક બને અને પેસેન્જર ટ્રેન શરૂ થાય તે માટે પણ સરકારમાં રજુઆત કરવાની ખાતરી આપતા ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ઉભા થઇ તાળીઓના ગડગડાટ સાથે તેમની વાતને વધાવી લીધી હતી.

Advertisement

વાગરા પંથકના ગરીબ લોકોને તેમનું પોતાનું ઘર મળી રહે તે માટે ઉદ્યોગોને અપીલ કરી હતી. તેમને કહ્યું હતું કે ઉદ્યોગો ગરીબોની ચિંતા કરી તેમના સીએઆર ફંડમાંથી ગરીબોને ઘર બનાવી આપે એટલું જ માંગુ છું. ધારાસભ્યએ ઉદ્યોગોને તેમના નામે કનડગત કરતા લુખ્ખા તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી તેમ કહી ધારાસભ્ય, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા પણ તેમની સાથે હોવાની હૈયા ધારણા આપી હતી સાથે જિલ્લા કલેકટરે જે રીતે માય લિવેબલ ભરૂચ કાર્યક્રમ હેઠળ ભરૂચની કાયાપલટ કરી છે તે જ રીતે “માય વર્કેબલ દહેજ” ના મંત્ર સાથે ઔદ્યોગિક વિસ્તારની કાયાપલટ કરવા આહવાન કર્યું હતું.

ઔદ્યોગિક પરિસંવાદને આવકારી જિલ્લા કલેકટરે વાગરા વિસ્તારને એક અલગ પ્રકારનો વિસ્તાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં ભારતની સૌથી મોટામાં મોટી કંપની અને સૌથી છેવાડાનો માણસ પણ અહીં છે. તેમને ધારાસભ્યના અભિગમને આવકારતા કહ્યું હતું કે ગરીબ વ્યક્તિઓના નાના નાના કામ માટે પણ ધારાસભ્યને લડતા જોયા છે. તેમણે ઉદ્યોગો માટે એક આઈડિયલ વાતાવરણ ઉભુથાય તે માટે પરિસંવાદ નું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. સાથે ઔદ્યોગિક વિસ્તારના તમામ પ્રશ્નો પણ ધ્યાને હોવાનું જણાવી સરકાર દુરંદેશીતા રાખી નિર્ણય લેતી હોવાનું પણ કહ્યું હતું.

જિલ્લા પોલીસવડા ડૉ. લીના પાટીલે ઓન પરિસંવાદ ને આવકારી કાયદો અને વ્યવસ્થા જળવાય તો જ ઉદ્યોગો સારી રીતે ચાલી શકે તેમ કહી પોલીસ ઉદ્યોગો અને લોકોને પૂરક વાતાવરણ મળી રહે તેવા પ્રયાસ કરતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ડૉ. સુનિલ ભટ્ટે પણ ઔદ્યોગિક સેમિનારને ધારાસભ્યની એક આગવી પહેલ ગણાવી આ પરિસંવાદ થી ગુજરાતના અન્ય ઔદ્યોગિક વિસ્તારોને પણ પ્રેરણા મળશે તેમ કહ્યું હતું.


Share

Related posts

આંતર જિલ્લામાં 30 થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢા ઘરફોડીયા આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

પી.એમ મોદી તાઉ-તે વાવાઝોડાના સંદર્ભે અમદાવાદમાં સીએમ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે..!

ProudOfGujarat

ચૂંટણી પતિ અને પાલિકા તેમજ પોલીસ નું તંત્ર ભરૂચમાં જાણે કે પ્રજા પર તૂટી પડ્યું, લારી ગલ્લા નાં દબાણો હટાવાયા તો અનેક વાહન ચાલકો દંડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!