બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ હરિ બંગ્લોઝ 01 સોસાયટી વિસ્તારમાં રહેતા ચૈતન્ય સિંહ ગણપત સિંહ રણા ગત તારીખ 9 ફેબ્રુઆરી 2023 ના રોજ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે વડોદરા કામ અર્થે ગયા હતા દરમ્યાનના સમયે કોઈ અજાણ્યા તસ્કરો એ બેડરૂમની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી લાકડાની તિજોરીમાંથી અલગ અલગ સોના ચાંદીના ઘરેણાં વસ્તુઓ તથા 90 હજારની રોકડ રકમ મળી કુલ 14,71,840 ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા.
જે બાદ રાત્રીના સમયે ચૈતન્ય સિંહ રણા પોતાના પરિવાર સાથે ઘરે પરત આવતા તેઓના મકાનનું તાળું ખોલી અંદર પ્રવેશ કરતા તેઓના રૂમનો દરવાજો ખુલ્લો જોતા મકાનમાં ચોરી થઈ હોવાની જાણ તેઓને થઈ હતી, ત્યારબાદ તેઓએ ઘટના અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને કરી કરતા પોલીસે ચૈતન્ય સિંહ રણાની ફરિયાદના આધારે મામલે વધુ તપાસ હાથધરી છે.
આજ પ્રકારે હરિ બંગ્લોઝ 02 માં રહેતા સુનિલ કુમાર રામપ્રતાપ પ્રજાપતિ તારીખ 9 ફેબ્રુઆરીના દિવસ દરમ્યાન નોકરી પર હતા દરમ્યાન તેઓના ઘરના પાછળના ભાગનો દરવાજો તોડી અજાણ્યા તસ્કરો એ પ્રવેશ કરી સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ મળી કુલ 74 હજાર ઉપરાંતની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા, જે બાદ સુનિલ કુમાર પ્રજાપતિ નોકરી પરથી પરત આવતા તેઓને ઘટના અંગેની જાણ થઈ હતી, ત્યારબાદ તેઓએ પણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ તેઓના મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે બંને વ્યક્તિઓની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.