ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામાં 59 વર્ષ જૂની ઉચ્ચતર માધ્યમિક શ્રી નવરંગ વિદ્યામંદિર શાળામાં ચાલુ વર્ગખંડમાં શુક્રવારે બપોરે સ્લેબનો પોપડો તૂટી પડતા ધોરણ 10 ની 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ છે.
નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ છે. મોરિયાણા ગામે શ્રી મોરિયાણા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી નવરંગ વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વર્ષ 1964 માં સ્થપના કરાઈ હતી. શાળા 59 વર્ષમાં સમારકામ અને સારસંભાળના અભાવે જર્જરિત અને જોખમી બની ગઈ હતી. આજે શુક્રવારે બપોરે 12.30 કલાકે જ ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે જ એકાએક જર્જરીત છટમાંથી સ્લેબનો મોટો પોપડો તૂટીને નીચે પડતા છાત્રાઓની બુમરાણ વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં આઠ જેટલી વિદ્યાર્થીનીઓને ઈજાઓ પહોંચતા તેઓને ખાનગી વાહનમાં નેત્રંગની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી ત્રણ વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનાવની જાણ થતા થતા ધારાસભ્ય રીતેશ વસાવા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યાંથી હોસ્પિટલ ખાતે જઈ વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા હતા, ઘટનાને પગલે સંચાલકો સામે સવાલો ઉઠ્યા છે.
ભરૂચના નેત્રંગના મોરિયાણા ગામની નવરંગ વિદ્યા મંદિર શાળાનો સ્લેબ તૂટતા 8 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત
Advertisement