Proud of Gujarat
FeaturedGujaratINDIA

વ્યાજખોરો સામે કાયદાનું હંતર- ભરૂચ કોર્ટે વધુ એક વ્યાજખોરની જામીન અરજી ફગાવી જેલ ભેગો કર્યો

Share

ભરૂચ જીલ્લામાં એસ.પી ડો. લીના પાટીલ દ્વારા બેફામ બનેલા વ્યાજખોરો સામે એકશન પ્લાન તૈયાર વ્યાજખોરી સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસે એક પછી એક વ્યાજખોરોને કાયદાનો સંકજો ઝીકી જેલભેગા કરવાની શરૂઆત કરી છે.

આજે વધુ એક વ્યાજખોરની જામીન અરજી ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટ રદ કરી છે. જીલ્લા સરકારી વકીલ તરીકે પી.બી. પંડયાએ હાજર થઈ અ-સરકાર રજુઆત અને દલીલો કરી હતી. ભરૂચના ઝાડેશ્વરમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા વ્યક્તિએ અજય મહેન્દ્રભાઈ શાહ પાસેથી 4,00,000 રૂપિયા વ્યાજે લીધા હતા. આ ૨કમ ઉપર આરોપી મહિનાનું 10% વ્યાજ એટલે કે વાર્ષિક 120 % વ્યાજ વસુલ કરતો હતો. આ બાબતે કુલ 44 વ્યાજ વસુલાત સાઈટની રકમોના ઓનલાઈન ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હતાં અને બાકી ૨કમ સાથે ફ૨ીયાદી રૂપિયા 12,89,000 રૂપિયા વ્યાજનુ પણ ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે મુદલ ૨કમ ચુકવી આપેલી હોવા છતાં આરોપી અજય મહેન્દ્રભાઈ શાહે જાણે ઉઘરાણી ચાલુ રાખી હતીઅને કોરા ચેક લઈ ધમકાવતો હતો.

Advertisement

ફ૨ીયાદી અને તેના પરિવાર ઉપર સતત ત્રાસ આપી ફરીયાદી તેમજ તેના ઘ૨ના સભ્યોને ધમકાવી વ્યાજખો૨ી દબડાવતો હતો તેમજ ફરીયાદીના કોરા ચેક મેળવી તેનો દુરઉપયોગ કરી નાણા ધી૨ધા૨નું લાયસન્સ ના હોવા છતાં કોરા ચેકમાં રકમ ભરી મેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ પણ ફરિયાદ કરેલી હતી. આ બાદ પણ ફરીયાદીને સતત ફોન કરી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ તમામ વાતચીતના મોબાઈલ રેકોર્ડીંગ સાથે અન્ય પુરાવા ભેગા કરી ફરીયાદીએ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનએ એક ફરીયાદી કરેલી તેની તપાસ પોલીસ એજન્સી કરી આરોપી સામે એક ગુનો દાખલ કર્યો હતો.

ભરૂચ પોલીસની વ્યાજખોરો સામે કડક કાર્યવાહી

પોલીસે ઈ.પી.કોડની કલમ– ૩૮૬, ૩૮૪, ૫૦૪ તેમજ ગુજરાત નાણા ધીરધારના કાયદાની કલમ–૩૩(૩), ૪૦, ૪૨ (એ) (ડી). એફઆઈઆર દાખલ કરી આરોપી અજય મહેન્દ્રભાઈ શાહની ધરપકડ કરી હતી. તપાસમાં આરોપી પાસેથી બીજા અન્ય કોરા ચેક અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસે આવા વ્યાજખોરો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. ભોગ બનનારાઓને લોક દરબારમાં પણ માર્ગદર્શન મળી રહ્યું છે.

આરોપી અજય મહેન્દ્રભાઈ શાહની ધ૨૫કડ થતાં તેઓએ ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી અને તે જામીન અરજીના કામે તપાસ કરનાર પોલીસ એજન્સીએ રજુ કરેલ પોલીસ તપાસના અહેવાલ તેમજ સોગદનામાને વેંચાણમાં લઈ સ૨કા૨ તરફે જીલ્લા સરકારી વકીલ તરીકે પી.બી. પંડયા હાજર થઈ અસરકાર રજુઆત કરી દલીલો હતી. સરકાર પક્ષની રજૂઆતને ધ્યાને લઈ ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જજ બ્રહમર્ભટ્ટ દ્વારા વ્યાજખોરની જામીન અરજી નામંજુર કરી છે.


Share

Related posts

રવિવારથી હોળાષ્ટકનો પ્રારંભ, 9 દિવસ માંગલિક કાર્યો પર લાગશે બ્રેક

ProudOfGujarat

સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડીઆદના અર્થશાસ્ત્ર વિભાગના ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ” વકતૃત્વ સ્પર્ધા” યોજાઈ.

ProudOfGujarat

લખતર ના પેઢડા નો બાળક સ્કૂલે જતા બેભાન હાલત મા રસ્તા પર મલિ આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!