ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોળા દ્વારા ગુજરાત રાજ્યના ખાંડ નિયામકને પત્ર લખી જણાવ્યું હતું કે, શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટારીયાની વ્યવસ્થાપક સમિતિની મુદત છેલ્લા ત્રણ વર્ષથી પૂર્ણ થયેલ છે. હાલમા નિયામક દ્વારા ગેરકાયદેસર નિમાયેલી કમિટી મારફત સંસ્થાનું સંચાલન કરવામાં આવે છે. કસ્ટોડિયન કમિટીના વહીવટ દરમિયાન સંસ્થા પૂર્ણ રૂપે પીલાણ કરી શકતી નથી. તેમજ રિકવરી પણ ખૂબ નીચી હોવાથી સંસ્થાને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. દિન પ્રતિદિન સંસ્થા નબળી પડતી જાય છે ત્યારે સંસ્થાના સુચારુ સંચાલન માટે ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં આવે એ અત્યંત આવશ્યક છે. આ અગાઉ પણ પત્ર તેમજ રૂબરૂ મળી સદર સંસ્થાની ચૂંટણી તાત્કાલિક નિયમો અનુસાર યોજવા માટે સંબંધિત વિભાગને સૂચના આપવા વારંવાર વિનંતી કરી છે. આમ છતા કોઈ કાર્યવાહી થઇ રહી નથી. કસ્ટોડિયન કમિટીની પેહલી પ્રાથમિકતા ચૂંટણી યોજવાની છે. કમિટી નિમાયાને એક વર્ષ થયુ હોવા છતા રાજકીય દબાણમા કોઈ કાર્યવાહી થતી નથી. જો આમ ન હોય તો અસંખ્ય પત્રો પાઠવ્યા પછી પણ કયા કારણોસર ચૂંટણી કાર્યવાહી આગળ વધતી નથી જેનો પ્રતિઉત્તર તમારા દ્વારા આપી શકાયો નથી જે ખુબ દુઃખદ બાબત છે. નિયામક દ્વારા નિમાયેલી ગેરકાયદેસર કસ્ટોડિયન કમિટી દ્વારા સંસ્થા દિન પ્રતિદિન નબળી પડી રહી છે. જો સંસ્થાને કોઈપણ પ્રકારની હાની પહોંચશે તેના જવાબદાર નિયામક ગણાશે જેની ગંભીર નોંધ લઇ રાજકીય દબાણમાંથી બહાર આવી નીડરતાથી કાયદાનુ પાલન કરવા વિનંતી કરવામા આવી છે.
ભરૂચ : સહકારી ચૂંટણીઓ સમયસર યોજવા માટે કોંગી અગ્રણીની રજુઆત
Advertisement