Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ગામ નજીક વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરની હજારોના મુદ્દામાલ સાથે ધરપકડ

Share

ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસે સપાટો બોલાવ્યો છે, જિલ્લામાં છેલ્લા બે માસ દરમ્યાન અનેક બુટલેગરો લાખોના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ ચુક્યા છે તેવામાં વધુ એક બુટલેગરને હજારોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વડવાળું ફળિયા પાસે ભારતીય બનાવટના વિદેશી શરાબનું ખુલ્લેઆમ વેચાણ ચાલતું હોવાની પોલીસને મળેલ બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા.

Advertisement

પોલીસના દરોડામાં ભારતીય બનાવટની વિદેશી શરાબની બોટલો સહિત રોકડ રકમ મળી કુલ 58,800 ના મુદ્દામાલ સાથે બુટલેગર સાગર સુરેશભાઈ વસાવા રહે. અંબાજી માતા મંદિર પાછળ, ઝાડેશ્વર નાઓને ઝડપી પાડી મામલે અન્ય એક બુટલેગર નવીન રણછોડ વસાવા રહે, દુબઇ ટેકરી નાને વોન્ટેડ જાહેર કરી મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ઘોઘંબા : મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ ચાલુ ફરજ દરમિયાન ખાનગી કાર્યક્રમમાં કલાકો સુધી હાજરી આપતા આપે કરી કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચની કોવિડ હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓનું કાઉન્સિલીંગ કરાયું.

ProudOfGujarat

રસ્તા ઉપર દૂધ ની નદી વહેતી થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!