ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આજરોજ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું ખેડુત સમનવય સમિતિના બેનર હેઠળ જિલ્લાનાં ખેડુતો મોટી સંખ્યામા ક્લેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા. ખેડુતોએ સૂત્રોચ્ચાર કર્યાં હતા સાથે જ ખેડુત અગ્રણીઓએ જણાવ્યુ હતું કે હાલમા સરકાર દ્વારા જે જંત્રી બહાર પાડવામા આવી છે. તેની સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતોને કોઇ લેવાદેવા નથી. ખેડુતો તેમના હકકનુ વળતર માંગી રહ્યાં છે આ તમામ રજુઆત કલેકટરને સંબોધીને પાઠવાયેલ આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં વધુમા જણાવવામાં આવ્યું હતું કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં જે રીતે ખેડુતોને જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું તે મુજબ ભરુચ જિલ્લાના ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાના ખેડુતો ખુશીથી જમીન સોંપી દેશે. ખેડુત અગ્રણીઓએ એમ પણ જણાવ્યુ કે ભરૂચ જિલ્લાના પુનગામની જમીન અંગે જે વળતર નક્કી કરવામાં આવ્યુ હતું તે અંગે પાછળથી NHAI દ્વારા ત્યારબાદ કાનૂની કાર્યવાહી કરી NHAI ની કાનુની કાર્યવાહીને ખેડુતો વિશ્વાસઘાત સમાન પણ ગણાવી રહ્યા છે.